Surat : Policeએ ઝડપી પાડ્યું નકલી ચલણી નોટ છાપતું કારખાનું! જાણો કેવી રીતે છપાતી હતી નકલી ચલણી નોટ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-23 16:20:32

નકલી કચેરી, નકલી અધિકારી, નકલી ખાદ્ય પદાર્થો મળવાના કિસ્સાઓ આપણને ખબર છે.. પરંતુ હવે તો નોટો પણ નકલી છપાવા લાગી.. સુરતથી કંઈ આવો જ કિસ્સો સામે આવ્યો છે.. સાપ્તાહિક અખબારની ઓફિસમાંથી નકલી નોટો છાપવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે.. નકલી નોટો બનાવાનો ધંધો ચાલતો..! પોલીસે  9.36 લાખ જેટલાની બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે.. મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે કોણ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે..

સુરત પોલીસે કર્યો પર્દાફાશ!

યુટ્યુબનો ઉપયોગ સામાન્ય રીતે આપણે સારૂં જ્ઞાન મેળવવા માટે કરતા હોઈએ છીએ પરંતુ અનેક લોકો આનો દુરુપયોગ કરે છે.. લોકોને કેવી રીતે છેતરવા, કેવી રીતે કૌભાંડ આચરવું વગેરે વગેરે જાણવા માટે લોકો ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે..! આવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે સુરતથી જે કિસ્સો સામે આવ્યો છે તેમાં કંઈક આવા જ પ્રકારનું બન્યું છે.. સુરત પોલીસે નકલી ચલણી નોટ બનાવાનો પદાર્ફાશ કર્યો છે.. પોલીસે નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે.. 


યુટ્યુબ પરથી શીખ્યો નકલી નોટો બનાવાનું? 

સુરત પોલીસે વેશ બદલીને રેડ પાડી અને મળ્યું આખું નકલી નોટો છાપતું કારખાનું ઝડપી પાડ્યું. પોલીસને 9 લાખની 500, 200ની ડુપ્લિકેટ નોટો મળી આવી.. સવાલ થાય કે આ નકલી નોટો બનવાનું કારખાનું કઈ રીતે ચાલતું હશે તો આરોપી ફિરોઝ શાહે YouTube ઉપર વીડિયો જોઈ નકલી ભારતીય ચલણી નોટો કેવી રીતે બનાવો તે જાણી રહ્યો હતો. યુ ટ્યુબથી નકલી ચલણી નોટો બનાવતા શીખ્યો. કલર પ્રિન્ટર, અસલ ચલણી નોટોને મળતા આવતા કાગળો તેણે ખરીદ્યા હતા. સિક્યોરિટી થ્રેડ બનાવવા માટે લીલા રંગની ચમકવાળી બોલપેન ખરીદી અને શરૂ કરી દીધું નકલી કારખાનું... 


નકલી નોટો બનાવતા કારખાનામાં પોલીસે રેડ પાડી...

એક વેબસીરિઝ હતી ફરઝી જો તમે જોઈ હોય તો તમને ખ્યાલ હશે કે એમ નકલી નોટો બનાવવાનો ધંધો ચાલતો હતો.. ફર્ઝી વેબસિરીઝની જેમ જ આરોપીઓએ પણ નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. ફિરોઝ તેના બે ભાગીદાર બાબુલાલ અને શફીક સાથે તેની લિંબાયત મદિના મસ્જિદ પાછળ આવેલી SH ન્યૂઝ 24X7 નામની ચેનલ અને સુરત હેરલ્ડ સાપ્તાહિકની ઓફિસમાં બનાવટી ચલણી નોટો છપાતી હોવાની માહિતી સામે આવી . રેડ પાડી અને સમગ્ર મામલો સામે આવ્યો.. પોલીસે 9.36 લાખની બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલા પેપરો, એક કલર પ્રિન્ટર, કટર મશીન નંગ, લીલા રંગની શાહી વાળી બોલપેન સહિતની સામગ્રી જપ્ત કરી. 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...