ગુજરાત પોલીસે વકીલનો વેશપલટો કર્યો અને 31 વર્ષથી ફરાર રહેલા રીઢા ગુનેગારને ઝડપી પડ્યો, જવાનીમાં ગુનાઓ કર્યા અને હવે વૃદ્ધાવસ્થામાં જેલ ભેગો થશે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલા આર્મ એક્ટના ગુનામાં 31 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પડ્યો છે. આ આરોપી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં પણ હથિયારો સપ્લાયના ગુનામાં પાંચ વર્ષથી વોન્ટેડ હતો. ત્યારે આ રીઢા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેની કોર્ટ બહારથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને પકડવા વકીલનો વેશપલટો કરી વોચ રાખી હતી. કોર્ટમાં હાજરી આપવા આવતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપી 40 વર્ષથી હથિયારો બનાવી દેશભરમાં વેચતો હતો.
પોલીસને આરોપીની જાણકારી મળતા જ પહોંચી ગઈ મહારાષ્ટ્ર
સુરત ક્રાઈમ બ્રાન્ચના કસ્ટડીમાં રહેલા વ્યક્તિનું નામ મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા છે. જેની ઉંમર 70 વર્ષની છે સુરત ક્રાઈમ બ્રાંચને ICGS પોર્ટલ પરથી આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા વિશે માહિતી મળી હતી કે, આરોપી આર્મ્સ એક્ટ કેસમાં મહારાષ્ટ્ર શહાદા કોર્ટમાં આવવાનો છે. માહિતીના આધારે, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની શહાદા કોર્ટ નજીક પહોંચી હતી અને કોર્ટ તારીખે આવેલા આરોપી મોહન સિંહની ધરપકડ કરી હતી.
1993થી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો!
70 વર્ષીય મોહન સિંહ ડાબર સામે 1993માં નોંધાયો હતો કેસ અને પછી આટલા વર્ષોથી આ આરોપી ફરાર હતો. છેલ્લા 31 વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મોહનસિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના શહાદામાં ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, એક પેથાણ પોલીસ સ્ટેશનમાં અને કુલ મળીને 31 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યા છે. આ સ્ટોરી પરથી શીખવા મળે છે કે જવાનીના જોશમાં થયેલી ભૂલો આખી ઝીંદગી બરબાદ કરી નાખતી હોય છે