પિયુષ ધાનાણીની ચર્ચા થતી હોય છે જે લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડતા હોય છે.. ટ્રાફિકના નિયમોનું જે પાલન નથી કરતા તેમને શિખામણ આપતા હોય છે.. તેમના અનેક વીડિયો આવા સામે આવતા રહે છે.. પિયુષ ધાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડવા વાળા પિયુષ ધાનાણીને કારણે અકસ્માત સર્જાયો છે..! આ ઘટના થયા બાદ લોકોએ તેમનો ઉધડો લીધો હતો અને તેમની પાસેથી કબૂલાત કરાવી હતી કે આ અકસ્માત તેમણે સર્જ્યો છે..
પિયુષ ધાનાણી પોતે બન્યા અકસ્માતનું કારણ!
લોકોને ટ્રાફિક જાગૃતિ શીખવાડતાં પિયુષ ધાનાણી પોતે અકસ્માતનું કારણ બન્યા છે.. સુરતના કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પર તેઓ ઉભા રહે છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડે છે.. પરંતુ આ વખતે પિયુષ ધાનાણી જ પોતે અકસ્માતનું કારણ બન્યા છે.. એટલે લોકોએ એમને પકડીને ઝાટક્યા.. અકસ્માત થયો તે બાદ ત્યાં હાજર લોકોએ તેમને પકડ્યા હતા અને તેમની પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું..
જ્યારે જમાવટની ટીમે કર્યો હતો પિયુષ ધાનાણીને ફોન
સુરતના રિંગ રોડ પર પિયુષ ધાનાણી એક બસને રોંગ સાઈડ જતાં અટકાવવા ભાગ્યા અને એક યુવકની બાઇક આગળ આવી ગયા જેના કારણે એ યુવકને ગંભીર ઈજા થઈ અને પછી લોકોએ એમના ફોનથી જ લાઈવ કરાવી આ કબૂલાત કરાવી પિયુષ ધાનાણી વિડીયોમાં બોલી રહ્યા છે મારી ભૂલ છે અને હું એ યુવકને એના નુકશાનના પૈસા આપવા તૈયાર છું. આ વીડિયો સામે આવ્યા બાદ જમાવટની ટીમે પિયુષ ધાનાણીનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમની સાથે વાત થઈ શકી ના હતી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..