Surat : ચોકલેટની લાલચ આપી પહેલા નરાધમે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને પછી માસુમને પીંખી નાખી,


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-22 12:58:29

એક સમય હતો જ્યારે ગુજરાતને દીકરીઓ માટે, મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નાની નાની બાળકી લોકોના હવસનો શિકાર બની રહી છે. એવી અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં એટલી નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે તે જોતા લાગે છે સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે. સુરતથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં પાંચ વર્ષની નાની બાળકી પર નરાધમે નજર બગાડી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચોકલેટની લાલચ આપીને નરાધમે પહેલા બાળકીનું અપહરણ કર્યું અને તે બાદ તેની પર દુષ્કર્મ આચર્યું, પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આ નરાધમને પકડી પાડ્યો છે. 

નરાધમ ચોકલેટ આપવાની લાલચે લઈ ગયો


નાની ઉંમરની બાળકીઓ પર આચરવામાં આવી રહ્યું છે દુષ્કર્મ 

દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોની માનસિક્તા એટલી ખરાબ થઈ ગઈ છે કે માસુમ બાળકીને હવસનો શિકાર બનાવી રહ્યા છે! માસુમ દીકરીઓને નરાધમો પીંખી રહ્યા છે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં જે બાળકીઓ હવસનો શિકાર બની રહી છે તેમની ઉંમર 5 વર્ષ કે તેમનાથી ઓછીની હોય છે. સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચ વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવામાં આવે છે કે પંડોળ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકી ઘરેથી રમતા રમતા અચાનક ગુમ થઈ ગઈ. ફરિયાદ કરાતા બાળકીને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી. 


અલગ અલગ ટીમો બનાવી પોલીસે શોધખોળ હાથ ધરી!

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર અપહરણ કર્યા બાદ માસુમ બાળકીને નરાધમ એવી જગ્યા પર લઈ ગયો જ્યાં લોકોની અવર જવર ઓછી હોય. ત્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યું. બાળકી રડવા લાગી અને તે બાદ તે યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો. બાળકીને ત્યાંની ત્યાં મૂકી આરોપીએ ચાલતી પકડી. બાળકીને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી. વિવિધ સીસી ટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ ચાલુ રાખી. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસની ટીમ પહોંચી ગઈ જ્યાં બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી.બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવી છે. ચોકલેટની લાલચ આપી બાળકીને નરાધમ લઈ ગયો હતો અને આ દુષ્કૃત્ય આચર્યું હતું, 


ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડ્યો નરાધમને! 

સારવાર અર્થે જ્યારે દીકરીને ખસેડવામાં આવી ત્યારે તપાસ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની માહિતી સામે આવી. આ બાદ પોલીસે નરાધમને શોધવાની તજવીજ હાથ ધરી અને માત્ર થોડા કલાકોની અંદર નરાધમને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?