સુરતમાં રૂ.400 કરોડના ખર્ચે તૈયાર થયેલો આઉટર રીંગરોડ ધોવાયો, અઠવાડિયા પહેલા જ મુખ્યમંત્રીએ કર્યું હતું ઉદ્ઘાટન


  • Published By :
  • Published Date : 2023-07-19 22:03:27

આજે ગુજરાતના વિકાસની વાત કરવી છે જે વિકાસને એક સમયે રોજ કોંગ્રેસ યાદ કરતી હતી અને કહેતી હતી કે વિકાસ ગાંડો થયો છે એ વિકાસ હવે કોઈ યાદ નથી કરતું, પણ અત્યારે અમુક બનાવોના કારણે એ વિકાસને યાદ કરવો છે કારણ કે સુરતના બનાવથી ખરેખર લાગી રહ્યું છે કે વિકાસ ગાંડો થઈ ગયો છે. સુરતમાં નવનિર્મિત આઉટર રીંગરોડ વરસાદ શરૂ થતાની સાથે જ બે જ દિવસમાં ધોવાઈ ગયો અને રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. આ મુદ્દે ફરી એક વખત આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. આ સમાચાર સરકારના કાન સુધી પહોંચવા જોઈએ અને લોકો સુધી પણ પહોંચવો જોઈએ જેથી ખબર પડે કે સુરતમાં વિકાસના નામે કેવા કાંડ થઈ રહ્યા છે. 


આઉટર રીંગ રોડનો કચ્ચરઘાણ


સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં હમણા છ દિવસ પહેલા જ આઉટર રીંગ રોડ બનાવવામાં આવ્યો હતો. રાજાશાહીના જમાનામાં જ્યારે ભગવત સિંહજી મહારાજ અને કૃષ્ણકુમાર સિંહજી મહારાજના સમયમાં રોડ બનતા હતા તે દાયકાઓ સુધી ચાલતા હતા અને હાલના સમયમાં છ દિવસ પહેલા બનાવેલા રોડમાં પણ ખાડા થઈ જાય છે અને કપચીઓ નીકળી જાય છે. ખબર છે આવું શા માટે થાય છે કારણ કે પહેલાના સમયમાં પ્રજાનું કલ્યાણ કરવાની લાગણી હતી અને હવે મારા ઘરનું કલ્યાણ કરવાની રાજનીતિ ચાલે છે, પછી એ કોઈ પણ રાજકીય પાર્ટી હોય. સુરતના મામલામાં થયું છે કંઈક એવું કે  છ દિવસ પહેલા બનેલા રોડનો કચ્ચરઘાણ નીકળી જતા સુરતના જાગૃત નાગરિકે આમ આદમી પાર્ટીના નેતા મહેશ અણધણ અને કોર્પોરેટર રચનાબેન હીરપરાને ફરિયાદ કરી હતી કે છ દિવસ પહેલા જ રોડ બન્યો હતો અને તેના અત્યારે ઠામ ઠેકાણા નથી, જાહેર બાંધકામ સમિતિના સભ્ય મહેશ અણધણ અને કોર્પોરેટર રચનાબેન હીરપરાએ રોડની વિઝિટ લીધી હતી અને સમગ્ર મામલે કંઈક આવી પ્રતિક્રિયા આપી હતી. 


રીંગરોડમાં 400 કરોડનો ભ્રષ્ટાચાર


આમ આદમી પાર્ટીના મહેશ અણધણે આક્ષેપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ અને ભ્રષ્ટ સત્તાધીશોએ રીંગરોડમાં 400 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ મામલે મહેશ અણધણે સુરત કમિશનર બંછાનિધિપાનીને રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને પીએમસી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માગ કરી છે તો હવે આ મામલે શું થશે એ જોવાનું રહેશે. એક રીતે જોવા જઈએ તો આ વીડિયો જોઈને લોકોએ મનમાં વિચારી લીધું હશે કે સુરતમાં રોડ તૂટ્યો છે તો મારે શું પણ ભાઈ આ લોકોના રૂપિયે રોડ બન્યો હતો જે ખરેખર ટકવો જોઈએ વર્ષો સુધી પણ અફસોસ છ દિવસમાં જ ખાડે ખાડા થઈ ગયા હતા. તમારા ખિસ્સાના રૂપિયા તમે ભરોસાથી રાજ્યની સેવા માટે આપો છો પણ તે ક્યાં જાય છે તેનો પણ હિસાબ માગવો જોઈએ જો આ કેસમાં ગેરરીતિ થઈ હોય તો કોન્ટ્રાક્ટરને જ દંડ ફટકારવો જોઈએ અને તપાસ કમિટી બેસાડીને કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. 


પ્રજાના ટેક્સના પૈસાનું ધોવાણ


આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણ અને રચના હિરપરા આઉટર રીંગરોડમાં ભ્રષ્ટાચાર થયા હોવાની વાત કરતા તેમણે રીંગરોડની મુલાકાત લીધી હતી. મહેશ અણઘણે જણાવ્યું કે, હજી તો એક સત્તા પણ પૂર્ણ નથી થયું અને રસ્તાનું ધોવાણ જે રીતે થયું છે, તે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. માત્ર કમલમ બનાવવા માટે આ પ્રકારના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે ધોવાણ થવું એક લોકો સાથે અન્યાય કરવા બરાબર છે. અમારી માંગ છે કે જે પણ એજન્સીઓ અને માટે જવાબદાર છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?