સુરત મ્યુનિ.ના લાંચિયા અધિકારી અને પટાવાળાને ACBએ 2.50 લાખની લાંચ લેતા ઝડપ્યા


  • Published By :
  • Published Date : 2023-12-12 21:06:46

રાજ્યમાં લાંચિયા સરકારી અધિકારી સામે એન્ટીકરપ્શન બ્યુરો ઝુંબેશ રંગ લાવી રહી છે. લાખો રૂપિયાના પગારદાર હોવા છતાં ભ્રષ્ટાચાર આચરી સરકારી કામને નુકસાન પહોંચાડતા આવા ભ્રષ્ટ અધિકારીઓને ACB દ્વારા છટકું ગોઠવીને પકડવામાં આવે છે. સુરત (Surat) ઘોડદોડ રોડ પંચોલી સોસાયટી નજીકથી પાલિકાનો (SMC) ચીફ એકાઉન્ટન્ટ (CA) અને પટાવાળો રૂપિયા 2.50 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા હતા. ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર મળી ગયા બાદ સિક્યોરીટી ડિપોઝીટ પેટે જમા કરાવેલા રૂપિયા પરત મેળવવા લાંચ મંગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. હાલ બન્નેને ACB એ પોતાની કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે.


કઈ રીતે ઝડપાયા?


ACBએ જણાવ્યું હતું કે, લાંચ લેતા ઝડપાયેલા બે પૈકી તેજસ પ્રકાશચંદ્ર આરીવાલા વર્ગ-2 સુરત મહાનગર પાલિકા મુગલીસરામાં ચીફ એકાઉન્ટ તરીકે અને લાલુભાઇ ભીખુભાઇ પટેલ વર્ગ-4 પટાવાળા સુરત મહાનગર પાલિકામાં કામ કરે છે. મહાનગર પાલિકા તરફથી ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર પૂરો કયા બાદ સીક્યુરીટી ડીપોઝીટ પેટે જમા કરાવેલા નાણા પરત મેળવવા અરજી કરાઈ હતી. જેને લઈ ચીફ એકાઉન્ટન્ટ દ્વારા ફરિયાદીને રુબરુ બોલાવી નાણા પરત કરવાના અવેજ પેટે રૂ. 2.50 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેને લઈ ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચના છટકાનું ગોઠવી પટાવાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી તથા ચીફ એકાઉન્ટટએ પણ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પટાવાળાને લાંચની રક્મ સ્વીકારવા જણાવ્યું હોવાનું સામે આવ્યું હતું. બન્ને આરોપીઓને ACBએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


અગાઉ SMCનો એન્જિનિયર ઝડપાયો હતો


અગાઉ ACBએ સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં જુનિયર ઈલેક્ટ્રિકલ ઇજનેર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડેનિસ બારડોલી અને એન્ટીકરપ્શન બ્યુરોએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતો. સુરત મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટોની મરામત કરવાનો ઇજારો ધરાવતા ઇજારદારનું બિલ ચૂકવવા માટે અઠવા ઝોનમાં ફરજ બજાવતા જુનિયર ઈલેક્ટ્રિકલ ઈજનેર પરેશકુમાર પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ડેનીસ બારડોલીયાએ 1 ટકા જેટલી રકમની માંગણી કરી હતી એટલે કે ઈજાદારનું 47,11,000નું બિલ ચૂકવવા માટે 20,000 એટલે કુલ 40 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?