Suratના ધારાસભ્ય Kumar kananiએ લખ્યો પત્ર, આણંદ પોલીસ પર લગાવ્યો આ આરોપ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-07 10:00:51

સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનું નામ જ્યારે પડે ત્યારે મનમાં લેટર બોમ્બ શબ્દ યાદ આવી જતો હોય છે. પત્રો લખી ધારાસભ્યએ અનેક વખત તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિવિધ મુદ્દે તેમણે પત્ર પણ લખ્યો છે. ત્યારે વધુ એક પત્ર તેમણે પોલીસકર્મીઓને લઈ હર્ષ સંઘવીને લખ્યો છે. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોના વાહનોને ખોટી રીતે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે. તોડબાજીના હેતુથી વાહનનો રોકવામાં આવે છે. આણંદના 15થી 20 કર્મીઓ સુરત પાસિંગની ગાડીઓ રોકે છે તેવા આરોપ ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાના પત્રમાં લગાવ્યા છે. 

Image

સુરતથી સૌરાષ્ટ્ર જતી બસોને પોલીસનું ટોળું રોકે છે!

પોલીસની કામગીરી પર અનેક વખત પ્રશ્નો ઉઠતા હોય છે. પોલીસ પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવે છે. સામાન્ય લોકોને પોલીસ પર ગંભીર આરોપ લગાવતા આપણે જોયા હશે પરંતુ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ આણંદ પોલીસ પર ગંભીર આરોપ લગાવતો પત્ર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો છે. પત્ર લખી ભાજપના જ ધારાસભ્યએ અનેક વખત કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉપરાંત લોકોને પડતી મુશ્કેલીઓની વાત પણ તેમના પત્રમાં જોવા મળતી હોય છે. ત્યારે વધુ એક પત્ર તેમણે લખ્યો છે જેમાં એવો ઉલ્લેખ કરાયો છે કે વાસદ ટોલનાકા પાસે સુરત પાસિંગ ગાડીઓને રોકી વાહનચાલકોને હેરાન કરવામાં આવે છે. સુરતથી સૌરાષ્ટ્ર જતી ગાડીઓને રોકવામાં આવે અને વાહનચાલકને હેરાન કરવામાં આવે છે. 15થી 20ના ટોળામાં પોલીસ કારચાલકને રોકે છે.


સુરતના ધારાસભ્યએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ 

રસ્તા પર વાહન લઈને નિકળીએ ત્યારે પોલીસ દ્વારા લોકોને હેરાન કરવામાં આવે છે તેવો અનુભવ આપણામાંથી અનેક લોકોએ કર્યો હશે. વાહનને રોકવામાં આવે છે, ડોક્યુમેન્ટ માગવામાં આવે છે અને તોડપાણી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. અનેક કિસ્સાઓમાં લોકો મેમો ન ભરવો પડે તે માટે તોડપાણી કરી દેતા હોય છે. ગુજરાતમાં જ એક જિલ્લામાંથી બીજા જિલ્લા પાસિંગની કાર જાય છે તો તેને અનેક વખત રોકવામાં આવતી હોય છે પોલીસ દ્વારા. વાહનનું ચેકિંગ કરવામાં આવે છે ઉપરાંત ડોક્યુમેન્ટ વગેરેની માગણી કરવામાં આવે છે. કદાચ તમને પણ આવો અનુભવ થયો હશે કોઈ વાર. ત્યારે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ આણંદ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. 


પત્રમાં કઈ કઈ વાતોનો કરાયો છે ઉલ્લેખ?

પત્રમાં તેમણે લખ્યું છે કે વાસદ ટોલનાકા પછી સૌરાષ્ટ્ર તરફ જતા સુરતના લોકોની કાર પોલીસ દ્વારા ખોટી રીતે રોકવામાં આવે છે. આણંદ જિલ્લા પોલીસ 15-20 લોકોના ટોળામાં ઉભા રહી કારને ઉભી રાખે છે. ચેકિંગના બહાને ડોક્યુમેન્ટની માગણી કરવામાં આવે છે. તેવા આક્ષેપો પણ કર્યા છે કે તોડબાજીના હેતુસર વાહનમાલિકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે. ઉપરાંત વાહનચાલક મોબાઈલ પર વાત કરવા માગે તો પોલીસ ફોનને પણ જપ્ત કરી લે છે. ત્યારે આ બાબતનું જલ્દી નિરાકરણ આવે તે માટે કુમાર કાનાણીએ પત્ર લખી રજૂઆત કરી છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?