Surat : Mehul Boghra અને જે Police વચ્ચે બબાલ થઈ હતી તે પોલીસ કર્મી તો પહેલેથી તોડબાજ નીકળ્યા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-28 10:38:42

મેહુલ બોઘરા વિશે તો અનેક લોકો જાણતા હશે પરંતુ જો નથી જાણતા  પાયાની માહિતી તમારા સુધી પહોંચાડવી છે, સુરત શહેરમાં નાગરીકોના હક અને ફરજને લઈને એક્ટીવીઝમ ચર્ચામાં હોય છે, મેહુલ બોઘરા નાગરીક અધિકાર માટે એક્ટીવ છે, વ્યવસાયે વકિલ છે અને જાણીતા છે પોલીસના તોડપાણીને ખુલ્લા પાડવા માટે, નિયમોના ભંગ કરતી પોલીસ દેખાય કે ટ્રાફીકમાં ચાર રસ્તે થોડા તોડપાણી કરીને રૂપિયા વસુલ કરતા ટ્રાફીકના જવાન, મેહુલ બોઘરા જે શહેરમાં જાય ત્યાં આ પ્રકારે વીડિયો બનાવતા હોય છે.

પોલીસ સ્ટેશનની અંદર ધુલાઈ કરવાની ચિમકી આપી..!

મેહુલ બોઘરા ખાલી સોશિયલ મીડિયા નહીં ધરાતલ પર પણ ખુબ લોકપ્રિય છે એ ત્યારે દેખાયુ જ્યારે એમણે સુરતમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરટીસ લેનમાં નંબર પ્લેટ વગર અને કાળા કાંચ વાળી ગાડીમાં બેઠેલા પોલીસ વાળા ભાઈનો વિડીયો બનાવ્યો, બદલામાં પેલા ભાઈએ એમના પર હુમલો કર્યો અને પછી એ ફરીયાદ નોંધવા ગયા ત્યારે પોલીસે ફરીયાદ નોંધવાનું તો બાજુ પર મુક્યુ પણ પેલો પોલીસવાળો ભાઈ ત્યાં પોલીસ સ્ટેશનની અંદર મેહુલ બોઘરાની ધુલાઈ કરવાની ચીમકી આપતો હતો.



પોલીસ સ્ટેશનમાં જે થયું તે અસ્વીકાર્ય છે કારણ કે...

તમે મેહુલ બોઘરા સાથે સહમત હોવ કે અસહમત, તમને એ ગમે કે ના ગમે, એમનું કામ તમને સાચુ લાગે કે ખોટું, તમે મેહુલ બોઘરાને શંકાની નજરે જુઓ છો કે સહાનુભુતિની પણ પુણા પોલીસ સ્ટેશનની ઘટનામાં જે થયું એ એટલા માટે અસ્વિકાર્ય છે કેમ કે મેહુલ બોઘરાના સમર્થનમાં ભીડ સોશિયલ મીડિયાથી ઉતરીને જમીન પર આવી હતી, પણ જો બીજો કોઈ સામાન્ય માણસ પોલીસને એની ભૂલ પર કે અપરાધ પર ધ્યાન દોરે તો પોલીસ એની સાથે શું વર્તન કરે! 

તોડ માટે જાણીતા નીકળ્યા પોલીસ કર્મચારી વાલજી હડિયા!

પોલીસનું વર્તન સમજવા માટે તમને એ પોલીસ કર્મચારીની વાત કરવી છે જે પોલીસ સ્ટેશનમાં હાજર રહીને, પોતે ગુનામાં હોવા છતા મેહુલ બોઘરાને જોઈ લેવાની દમદાટી આપતો હતો, પોલીસ કર્મચારીનું નામ વાલજી હડિયા,ટ્રેકરેકોર્ડ તોડ માટે જાણીતો જ છે, આ પહેલા સુરતના ભાગળમાં સના ટાઈમ્સ નામની દુકાનના માલિક પાસેથી 61લાખની ઘડીયાળો અને 8.5લાખનો તોડ કરવાની વાત હોય કે પછી યુવાનોને બેરહેમીથી મારવાની વાત, આ બધી ખાલી સામે આવેલી વાતો હતી, અંદરોઅંદર કહેવાતુ કે વાલજી હડીયા તો પોતાની આજુબાજુ વાળા પોલીસના કર્મચારીઓને પણ સલાહ આપતો કે ભાઈ તોડ કરો બાકી પોલીસના પગારથી તો તમારુ ઘર નથી ચાલવાનું, 

જે લોકો ખાખીને વેચી શકે એ લોકો રાજ્યને પણ વેચી શકે છે!

ગુજરાત પોલીસની આ અતિશય બદસુરત તસવીર છે, આ તસવીરને વ્યક્ત કરતુ એક કાર્ટુન સુરતમાં જ સંજય નામના ક્રિએટરે બનાવ્યુ છે જેમાં કડક મુછ અને મોટા પેટ સાથેની પોલીસ દેખાઈ રહી છે, જે લોકોના ભરોસે આપણે રાજ્યની વ્યવસ્થાઓ અને સુરક્ષા સોંપીએ છીએ એ લોકો તો સામાન્ય માણસને મારવામાંથી, તોડ કરવામાંથી ઉંચા જ નથી આવતા, જે લોકો ખાખીને વેચી શકે એ લોકો આ રાજ્યને પણ વેચી કાઢે, આવા પોલીસના કર્મીઓ આ રાજ્યની શરમ છે પણ કમનસીબે આવા સડાને ખુલ્લો પાડીને દુર કરવાની જગ્યાએ રાજ્યની પોલીસ જ એમને બચાવવા માટે આવી જાય છે, મેહુલ બોઘરાના કિસ્સામાં પણ આ જ થયું, 



મેહુલ બોઘરા માટે પોલીસ આવું માને છે..

રાજ્યના મોટાભાગના પોલીસ કર્મચારીઓ મેહુલ બોઘરાને પસંદ નથી કરતા કેમ કે તે એવુ માને છે કે બોઘરા પોલીસની છબી ખરાબ કરે છે, સામાન્ય નાગરીકોના મનમાં રાજ્યની પોલીસ માટે દ્વેષ અથવા અણગમો ભરે છે, એક ક્ષણ માટે આ માન્યતાને માની પણ લઈએ તો ય રાજ્યની પોલીસને એ અધિકાર નથી કે પોતે બેફામ બનીને નિયમો તોડે અને કોઈ રોકવા જાય તો એના પર જ વરસી પડે,કમનસીબે હવે મોટાભાગના પોલીસના કર્મચારીઓ મેહુલ બોઘરા તરફથી એક ભૂલ થાય એની પ્રતિક્ષામાં છે કે વારો આવે અને એને ફીટ કરી દઈએ, હવે સોશિયલ મીડિયા અને ઘટના સમયે સ્થળ પર હાજર રહેતા લોકો મેહુલ બોઘરાને કેટલી હદ સુધી સજાગ રાખી શકે છે એના પર મદાર છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?