એડવોકેટ મેહુલ બોઘરા અને પોલીસ કર્મચારી વચ્ચે અનેક વખત ઘર્ષણ થતું હોય છે. મેહુલ બોઘરા અને પોલીસ કર્મી વચ્ચે ફરી એક વખત બોલાચાલી થઈ છે જેનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ગઈકાલની છે જ્યારે એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસ લખેલી ગાડીને અટકાવી હતી અને જે ગાડીને અટકાવી હતી તેની આગળ નંબર પ્લેટ પણ ન હતી. આ સમગ્ર ઘટનાને લઈ મેહુલ બોઘરા અને ચાલક વચ્ચે બોલાચાલી થઈ અને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
મેહુલ બોઘરા દ્વારા એવી વાત કરવામાં આવી કે પોલીસની હાજરીમાં તેમને મારવામાં આવ્યા. પોલીસની હાજરીમાં તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઘટના બનતા લોકોનું ટોળું વળી ગયું હતું. મેહુલ બોઘરાએ સમગ્ર ઘટનાને લઈ વાત કરતા કહ્યું કે તે પોતાના અંગત કામથી જઈ રહ્યા હતા. ત્યારે એક ગાડી આવી જેના કાચ કાળા હતા બ્લેક કલરના કાચ વાળી ગાડી ઉભી રહી. બ્લેક કાચ ઉપરાંત તે ગાડીમાં નંબર પ્લેટ પણ લગાવવામાં આવી ન હતી. આ બાદ તેમણે રોકવાનો પ્રયત્ન કર્યો. ગાડીને ચેક કરવાની કોશિશ કરી કે બ્લેક કાચ વાળી ગાડીમાં શું છે? તે દરમિયાન પોતાની સલામતી માટે તેમણે સોશિયલ મીડિયા પર લાઈવ પણ કર્યું હતું.
અનેક વખત મેહુલ બોઘરા આવે છે ચર્ચામાં!
મહત્વનું છે કે મેહુલ બોઘરા અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ટ્રાફિક નિયમોને લઈ, પોલીસની કામગીરીને લઈ અનેક વખત પ્રશ્નો પૂછતા હોય છે. મેહુલ બોઘરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તેમની પર પોલીસની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી.