થોડા સમય પહેલા સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની હતી. રત્નકલાકારે પરિવારના ચાર સભ્યો સાથે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનાર ચારેય ચાર સભ્યોના મોત થઈ ગયા છે. ત્યારે પરિવારમાં એક દીકરો અને દીકરી જીવતા હતા પરંતુ આજે દીકરીએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે પરંતુ મળતી માહિતી અનુસાર તેની હાલત હાલ ગંભીર છે.
પરિવારના ચાર સભ્યોએ કરી હતી આત્મહત્યા!
આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.જીવનથી કંટાળી લોકો મોતને વ્હાલું કરવાનો નિર્ણય લેતા હોય છે. આપઘાત કર્યા પાછળ અનેક કારણ જવાબદાર હોય છે. ત્યારે સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમામ લોકોના મોત થઈ ગયા છે. ત્યારે બે સંતાનો બહારગામ ગયા હતા અને તેમનો જીવ બચી ગયો હતો. પરંતુ આજે દીકરીએ પણ આત્મહત્યા જેવું પગલું ભરી લીધું છે. તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
જે પરિવારે થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લીધી હતી તે કામની શોધમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાથી સુરત આવ્યા હતા. સુરતમાં પરિવાર સાથે સરથાણા વિસ્તારમાં રહેતા હતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ બજારમાં મંદી હોવાને અને આર્થિક સંકડામણને કારણે રત્ન કલાકારના પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાંથી બે લોકોના મોત થઈ ગયા હતા અને જ્યારે બે લોકોની સારવાર ચાલતી હતી. પરંતુ થોડા સમય બાદ બધા સભ્યોના મોત થયા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે આજે દીકરીએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.