Surat: માનવભક્ષી શ્વાને માસુમ બાળકી પર કર્યો હુમલો, બાળકીને ગળાથી દબોચી મારી નાખી, પિતાએ એકની એક દીકરી ગુમાવી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-06 17:05:41

રખડતા શ્વાનની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. પ્રતિદિન કોઈને કોઈ વ્યક્તિ માનવભક્ષી શ્વાન કોઈના પર હુમલો કરે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે. સુરતથી એક કરૂણ ઘટના સામે આવી છે જેમાં 4 વર્ષની નાનકડી દીકરી અમસ્તા રમતી હતી અને કોઈએ કલ્પના પણ ના કરી હોય એમ અચાનક 8 થી 10 માનવભક્ષી શ્વાન આવ્યા અને એ દીકરીને ફાડી કાઢી. કેટલી કરૂણ અને સાથે જ ગંભીર આ ઘટના કહેવાય. 


4 વર્ષની બાળકી પર 10 જેટલા શ્વાને કર્યો હુમલો 

સુરતના પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાં જ્યારે  4 વર્ષની માસૂમ બાળકી ગાયોને નાખેલા ચારામાંથી શેરડી લેવા માટે ગઈ અને 8થી 10 માનવભક્ષી શ્વાનો બાળકી પર તૂટી પડ્યા. બાળકીને ગળાથી દબોચી મારી નાખી. માતા-પિતાએ કામ પરથી ઘરે આવીને શોધ કરી તો 4 વર્ષની બાળકી ઘર પાસે આવેલી ઝાડીમાં બેભાન હાલતમાં મળી આવી તરત એને હોસ્પિટલ લઈ ગયા પણ એનો જીવ બચાવી શક્યા નહીં અને માતા-પિતાએ પોતાની એકની એક દીકરી ગુમાવી દીધી. બાળકીનું નામ સુરમિલા હતું.


જ્યારે પિતા કામ પર જાય છે ત્યારે...

જે બાળકીનું મોત થયું છે તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે, કાળુભાઈ દેવચંદ અરડ હાલ પાંડેસરા ભેસ્તાન સિદ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટીમાં પત્ની, ત્રણ દીકરા અને એક 4 વર્ષની દીકરી સાથે રહેતા હતા. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઇડીસીમાં કામ કરતાં હતા. કરૂણ વાત તો એ છે કે કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેમનાં બે સંતાનને સાથે લઈ અને નાના બે છોકરાઓને ઘરે મૂકીને જાય. એટલે એમને હેરાન ન થવું પડે. પણ સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યાં હતાં. ઘરની પાસે ઝાડીઓમાં ગાયને ખાવા માટે ચારો નાખવામાં આવે છે. તે ચારમાં સુરમિલાને શેરડી દેખાઈ અને એ લેવા એ જેમજ ગઈ થી 10 કૂતરાઓએ સુરમિલાના ગળા ઉપર હુમલો કરી તેને દબોચી લીધી.



સુરતમાં પ્રતિદિન 30થી 40 ડોગ બાઈટિંગના નોંધાઈ રહ્યા છે કેસ  

આજથી એક વર્ષ પહેલા જ હાઇકોર્ટે રખડતાં શ્વાનને લઈને તંત્રને જબરદસ્ત ખખડાવ્યા હતા પણ ખેર આ તંત્ર હજુ ઊંઘતું ઝડપાયું છે. હાલ આજના દિવસે પણ સુરતમાં રોજના 35થી 40 કેસ ડોગ બાઈટના નોંધાય છે અને તેમ છતાંય કોઈને કંઈ ફરક નથી પડતો. કેમનો પડે કારણકે એમના વાલસોયા થોડી ગયા છે. સાથે જ હાઇકોર્ટએ જે લોકોને પ્રાણી પ્રેમી છે એમને પણ ટકોર કરી કીધું હતું કે બહુ લાગણી હોય તો ઘરે લઈ જઈ ખવડાવો.

 

બેભાન અવસ્થામાં સુરમિલા કૂતરાઓ પાસે પડી હતી!

આ કરૂણ ઘટના બાદ પિતાએ જ્યારે ઘટનાનું વિવરણ કર્યું એ વધારે કરૂણ હતું .પિતા કાળુભાઈએ કહ્યું કે હું જ્યારે નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યારે મને સુરમિલા દેખાઈ નહીં એટલે હું એને શોધવા ગયો. સુરમિલા ત્યાં ઝાડીમાં પડેલી હતી. સુરમિલા બેભાન હાલતમાં કૂતરાઓ પાસે પડેલી હતી. મેં કૂતરાઓએ પથ્થર મારીને ભગાવ્યાં અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી. એક બાપ જ્યારે એની ફૂલ જેવી બાળકીને આમ પડેલી જોવે ત્યારે એની હાલત શું હોય એ કલ્પના પણ ન કરી શકાય... 


આંકડાઓ બદલાય છે પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં!

એક વર્ષ પહેલા જ્યારે હાઇકોર્ટ સુધી રકડતા શ્વાનનો કેસ પહોંચ્યો ત્યારે પણ આજ પ્રશ્નો હતા. માત્ર આંકડાઓ અલગ હતા. આંકડાઓ બદલાતા રહ્યા પણ સ્થિતિ હજુ એજ છે રસ્તા પર પહેલા રખડતાં ઢોરનો ત્રાસ હવે જ્યાં જાવ ત્યાં રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે. આ બધા રખડતાં મોત છે એનાથી બચીને રહેજો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?