સુરતના માલધારીઓએ 300 લીટર દૂધ તાપી નદીમાં વહાવી વિરોધ નોંધાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 17:09:21

ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરી રહ્યો છે. જે અંતર્ગત આજે રાજ્યભરમાં માલધારી સમાજે દૂધ ન વેચવાની જાહેરાત કરી હતી. આજે માલધારી-ભરવાડ સમાજની દૂધની ડેરીઓ તેમજ ચાની કિટલીઓ પર દુધનું વેચાણ કર્યું ન હતું.


સુરતનાં નાવડી ઓવારા ખાતે માલધારીઓ ઉમટ્યા


જો કે આ જાહેરાતના સૌથી વધુ પડઘા સુરતમાં પડ્યા હતાં સુરતનાં માલધારીઓએ આજ દૂધ વિતરણ કર્યું ન હતું.  ઢોર નિયંત્રણ કાયદાને લઈ ઉગ્ર વિરોધ વિરોધ કરતા માલધારીઓએ 300 લીટર દૂધ તાપી નદીમાં વહાવી દીધું હતું. મોટી સંખ્યામાં માલધારીઓ નાવડી ઓવારે એકઠા થયા હતા. તેઓએ નાવડી ઓવારા ખાતે 300 લિટર દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. આમ સુરતમાં માલધારીઓએ દૂધ વહાવીને વિરોધ કર્યો છે. માલધારીઓ દ્વારા આજે દૂધ નહીં વેચવાનું એલાન કરવામાં આવ્યુ છે. સુરતના ડભોલી-જહાંગીર પુરા બ્રિજ પરથી દૂધ તાપી નદીમાં ઢોળવામાં આવ્યું હતું. વહેલી સવારે માલધારીઓ એ કેનમાંથી તાપી નદીમાં દૂધ ઢોળ્યું હતું. દૂધનો નાશ કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. જોકે, સાધુ સંતો દ્વારા દૂધ ઢોળવાની મનાઈ ફરમાવી છે.


ગુજરાતના માલધારીઓ આજે તા. 21 અને બુધવારના રોજ અણુંજા પાડશે. એટલે કે, આ દિવસે ડેરીઓમાં, મંડળીઓમાં, વાડામાં ક્યાંય દૂધ ભરાવવાનું કે વેચવાનું નહી એવું માલધારી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.