સુરતના અમરોલીમાં લવ જેહાદ, લગ્નની લાલચ આપી હિન્દુ યુવતીને ભગાડી જનારા વિધર્મી યુવકની બાડમેરથી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-09-06 17:19:40

રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. સુરતના અમરોલીના કોસાડ ગામમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. કોસાડ ગામમાં રહેતો વિધર્મી યુવક ઈરફાન સિંધી એક હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ઈરફાન સિંધીએ પોતાની સાથે જ ભણતી અને એક જ ફળિયામાં રહેતી હિન્દુ યુવતીને છેલ્લા બે વર્ષથી પ્રેમ જાળમાં ફસાવીને વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને રાજસ્થાનનાં બાડમેરથી ઝડપી પાડી યુવતીને મુક્ત કરાવી હતી. 


14 લાખ રૂપિયાની કરી ઉચાપત


છેલ્લા બે વર્ષ દરમિયાન ઇરફાને આ યુવતી કે જેની પાસે પોતાની માતાનું ATM કાર્ડ રહેતું હતું તેમાંથી જુદા જુદા સમયે અંદાજિત 14 લાખ રૂપિયા જેટલી મતદાર રકમ પડાવી લીધી હતી. યુવતી પાસેથી રૂપિયા પડાવી લઇ ઈરફાન સિંધીએ બોરિંગ નો ધંધો ઘરમાં ફર્નિચર અને એક નવી મોટરસાયકલ ખરીદવામાં વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ ઈરફાન સિંધીને અમરોલી પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ગત 26 ઓગસ્ટના રોજ ઇરફાન સિંધી યુવતીને લઈને અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાનના બાડમેરમાં ભગાડી ગયો હતો. આ તરફ યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને બાડમેરથી ઝડપી પાડ્યો હતો.


કોળી સમાજે કરી હતી રજુઆત


સુરતના અમરોલીના કોસાડ ગામમાં લવ જેહાદની ઘટના બાદ ગત શુક્રવારે આ અંગે કોળી પટેલ સમાજના અગ્રણીઓએ લવ જેહાદના આ કિસ્સા અંગે પો. કમિશ્નરને રજૂઆત કરી ઝડપથી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દરમિયાનમાં અમરોલી પોલીસે ગત રોજ યુવતી અને ઇરફાનને  બાડમેર ખાતેથી શોધી કાઢયા હતા. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...