Surat Loksabha seat : Social Media platform X પર ટ્રેન્ડ થયું સુરત, જુઓ ઉમેદવારની બિનહરીફ જીતને કેવી રીતે જુએ છે લોકો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-22 16:29:06

ડિજીટલ યુગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.. દરેકની પાસે મોબાઈલ છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ મુખ્યત્વે દરેક લોકો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક વસ્તુઓ ટ્રેન્ડ થતી હોય છે. કોઈ વખત ગુજરાત મોડલ ટ્રેન્ડમાં જોવા મળે છે તો કોઈ વખત કોઈ કરન્ટ ટોપિક ટ્રેન્ડમાં આવતા હોય છે. ત્યારે આજે X પર સુરત ટ્રેન્ડ થઈ રહ્યું છે કારણ કે મતદાન થાય તે પહેલા જ સુરતના ભાજપના ઉમેદવાર સાંસદ બની ગયા છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે...



ગુજરાતની એક બેઠક આવી ગઈ ભાજપના ફાળે! 

લોકસભા ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. 26 લોકસભા બેઠક ભાજપ પાસે છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ 26એ 26 બેઠક ભાજપને ફાળે જાય તે માટે મહેનત કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક ચૂંટણી પહેલા ભાજપ પાસે આવી ગઈ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે..



સુરત થઈ રહ્યું છે સોશિયલ મીડિયા X પર ટ્રેન્ડ

ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સુરત ટ્રેન્ડ થઈ રહ્યું છે. અલગ અલગ યુઝર્સે આ મામલે પ્રતિક્રિયા આપી છે. અનેક ટ્વિટ ન્યુઝ ચેનલની છે તો બીજી અનેક ટ્વિટ કટાક્ષની છે અથવા તો ભાજપને અભિનંદન પાઠવવામાં આવતા હોય તેવી છે... કોઈ યુઝરે લખ્યું છે સુરત બેઠક બિનહરીફ જાહેર થયા પછી... ભાજપના કાર્યકરો કરતાં વધારે પેંડા (સોરી ઘારી) તો ચૂંટણી ફરજમાં રોકાયેલા શિક્ષકો અને અન્ય સ્ટાફ વહેંચશે...! તો કોઈએ લખ્યું BJP Candidate from Surat Loksabha Seat Mukesh Dalal won Unopposed without voting


Huge setback for Congress 


તો કોઈએ લખ્યું કે કુમ્ભાણિ ના તેકેદારો હતા 

તેના બનેવી

ભાણીયો

અને ધંધા ના ભાગીદાર


લો બોલો બહાર ના હોઈ તો કદાચ વેચાઇ ગયા હોઈ , આ તો ઘરના જ ભાગી ગયા .

જે ઘરના ને સાચવી નિ શકે તે દેશ કઈ રીતે સાચવી શકે .

કોંગ્રેસી ઓ માટે સમર્પિત વિચાર. 




ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...