અનેક દિવસોથી ગુમ થયેલા Surat Loksabha Seatના ઉમેદવાર નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા! વીડિયો બનાવી કોંગ્રેસ માટે કહ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-26 18:38:50

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. 7મેના રોજ મતદાતાઓ મતદાન કરવાના છે.. મતદાન થાય તે પહેલા જ સુરતને પોતાના સાંસદ મળી ગયા છે... સુરતમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ કુંભાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમના ઉમેદવારી ફોર્મને રદ્દ કરવામાં આવ્યું. સુરત લોકસભા બેઠક પર બીજા ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું તેમણે પાછું ખેંચ્યું અને ભાજપના સાંસદ મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા.... આખો ઘટનાક્રમ થયો ત્યારથી નિલેશ કુંભાણી ગાયબ હતા પરંતુ આજે અચાનક તેમની પ્રતિક્રિયા સામે આવી છે.. જેમાં તેમણે કોંગ્રેસના નેતાઓ પ્રત્યે નારાજગી દર્શાવી હતી.   

કોંગ્રેસે નિલેશ કુંભાણીને કર્યા સસ્પેન્ડ 

ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે... એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં જે ખેલ પડી ગયો તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.... સુરતના ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીને લઈ વિવાદ છેડાયો અને અંતે તેમનું ફોર્મ રદ્દ થયું.. જ્યારથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું ત્યારથી નિલેશ કુંભાણી ગાયબ હતા. તેમના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનરો લગાવ્યા ઉપરાંત સુરતના અનેક વિસ્તારોમાં તેમના વિરૂદ્ધ પોસ્ટર લગાવાયા. નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. 


વીડિયો બનાવી નિલેશ કુંભાણીએ આપી પ્રતિક્રિયા

નિલેશ  કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા ત્યારે આજે તેમની પ્રતિક્રિયા સામે આવી છે. એક વીડિયો બનાવી પોતાની પ્રતિક્રિયા આપી છે... વીડિયોમાં તેમણે કહ્યું કે, હું તો હાઇકોર્ટમાં જવા માગતો હતો પણ કોંગી નેતાઓએ સાથ ન આપ્યો. હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ. મોવડી મંડળના સંપર્કમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ જવા નીકળીશ. 



 પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

'ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવતી હતી કે તમે પ્રચાર ઓછો કરો, કાર્યાલય બંધ કરી દો ડોર ટુ ડોર જવાનું બંધ કરી દો, સભાઓ ઓછી લો. ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ ઓફર સ્વીકારી લીધી હતી. 2700-2700 મત મળતા હોય ત્યારે ઓફિસો બંધ કરી દીધી હતી, પ્રચાર કરવાનું પણ ધીમું કરી દીધુ હતું અને એમના કાર્યકર્તાઓ સગાસંબંધીઓને કહેતા હતા કે ભાજપને મત દેજો.'


શું નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે?

મહત્વનું છે કે એવી ચર્ચાઓ થઈ રહી હતી કે નિલેશ કુંભાણી પણ કેસરિયો ધારણ કરી શકે છે... આવતી કાલે અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે.. તમને શું લાગે છે કે આવનાર દિવસોમાં નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે?  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?