લોકોને સુવિધા રહે તે માટે અનેક શહેરોમાં સીટી બસની સુવિધા ચાલે છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ચાલતી સીટી બસ અનેક વખત રાહદારીઓ તેમજ વાહનચાલક માટે જીવલેણ સાબિત થતી હોય છે. સીટી બસ કાળમુખી અનેક લોકો માટે સાબિત થઈ છે ત્યારે વધુ એક યુવકનો ભોગ સીટી બસે લીધો છે. સુરતમાં ચાલતી સીટી બસી એક યુવક માટે યમદૂત સાબિત થઈ છે. રોડ ક્રોસ કરવા જતા યુવકને સીટી બસે પોતાની અડફેટે લીધો છે. બસની અડફેટે આવતા યુવકનું મોત થઈ ગયું છે. આ ઘટનાને કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અકસ્માત સર્જી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ પોલીસ તપાસ શરૂ તો કરી દેતી હોય છે પરંતુ અકસ્માત સર્જનાર વિરૂદ્ધ અનેક વખત કાર્યવાહી કરવામાં નથી આવતી.
સુરતમાં બની હિટ એન્ડ રનની ઘટના
અકસ્માતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. અનેક લોકોના મોત અકસ્માત થવાને કારણે થયા છે. અનેક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે કોઈ મોટા વાહનની અડફેટે લોકો આવે છે ત્યારે તે મોતને ભેટતા હોય છે. ટક્કર એકદમ ભયંકર થતી હોય છે જેને કારણે લોકો પોતાનો જીવ બચાવી શક્તા નથી. અકસ્માત થતા લોકોમાં ભારે રોષ જોવા મળતો હોય છે. અને એમાં જો અકસ્માત સીટી બસને કારણે સર્જાયો હોય ત્યારે વાત એકદમ અલગ હોય છે. અનેક લોકો માટે સીટી બસ કાળમુખી સાબિત છે. અવારનવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં સીટી બસને કારણે લોકોના મોત થતા હોય. ત્યારે આવો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતમાં હિટ એન્ડ રનની ઘટના બની છે.
અકસ્માત સર્જી બસ ડ્રાઈવર થયો ફરાર
ઉધના વિસ્તારમાં રાત્રીના સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. સીટી બસની અડફેટે આવતા યુવકનું મોત થતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અવાર-નવાર સીટી બસના ડ્રાઈવરોની બેફામ ડ્રાઈવીંગને કારણે લોકો મોતને ભેટ્યા છે. ત્યારે વધુ એક વ્યક્તિયનું મોત અકસ્માતને કારણે થયું છે. મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ફરાર બસ ચાલકને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી હાથ તો ધરી છે પરંતુ દંડાત્મક પગલા ક્યારે લેવાશે તે એક પ્રશ્ન છે.
અકસ્માતોની ઘટના ક્યાં સુધી બનતી રહેશે?
મહત્વનું છેપાલિકા સંચાલિત બસની અડફેટે આવતા અનેક લોકોના મોત થયા છે. સીટી બસ અને બીઆરટીએસ બસના કારણે અકસ્માત વારંવાર થતા હોય તેવા સમાચારો, તેવી ઘટનાઓ અનેક વખત સામે આવી રહે છે. બેફામ બનેલા ડ્રાઈવરોને કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. નિર્દોષ લોકોને ભોગવવાનો વારો આવે છે. તેમ છતાં બસ ચાલકો વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ડ્રાઈવરો વિરૂદ્ધ કોઈ દંડાત્મક પગલા કેમ નથી લેવાતા તેવી વાતો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે..