Surat - ડ્રગ્સ મામલે Harsh Sanghavi આકરા પાણીએ, ગુરૂપૂર્ણિમા નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-22 18:02:31

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં! 

ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન  

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાઈ રહ્યો છે. ડ્રગ્સનું દુષણ દૂર કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મોટી માત્રામાં એટીએસ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. ડ્રગ્સ મામલે સરકાર તેમજ હર્ષ સંઘવી પણ જાણે કોઈ કસર છોડવા માગતા નથી તેવું લાગે છે. ડ્રગ્સ મામલે તેમણે અનેક વખત નિવેદન આપ્યું છે ત્યારે ગઈકાલે ફરી એક વખત ડ્રગ્સ મામલે નિવેદન આપ્યું છે.  



શું કહ્યું હર્ષ સંઘવીએ? 

નિવેદન આપતા તેમણે ડ્રગસના મુદ્દે વાત કરી કે કઈ રીતે સરકાર ડ્રગ્સનું દૂષણ દૂર કરે છે અને પછી કહ્યું રાજકિય પાર્ટી જણાવી રહી છે કે ડ્રગ્સ મળી આવી રહ્યું છે, મહેરબાની કરી ડ્રગ્સ બાબતે રાજનીતિ ન કરો. રાજકિય પાર્ટી નિવેદન આપી ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ બંધ કરવા માંગે છે. ગુજરાતના દરિયાકાંઠેથી છેલ્લા થોડા દિવસોથી સમયાંતરે ડ્રગ્સ મળી રહ્યું છે. પોલીસના સઘન પેટ્રોલિંગ અને ચાંપતી નજરના કારણે ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. 


કોંગ્રેસ પર નામ લીધા વગર કર્યા પ્રહાર!

એક રાજકીય પાર્ટી ડ્રગ્સ બાબતે રાજનીતિ કરી રહી છે. ડ્રગ્સએ રાજનીતિનો વિષય નથી. ડ્રગ્સ પોલીસ પકડી રહી છે. રાજકિય પાર્ટી જણાવી રહી છે કે ડ્રગ્સ મળી આવી રહ્યું છે, મહેરબાની કરી ડ્રગ્સ બાબતે રાજનીતિ ન કરો. તે સિવાય તેમણે વ્યાજખોરોના આતંકને લઈ પણ નિવેદન આપ્યું હતું.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?