સુરતના ક્લાર્કે નોકરીના છેલ્લા દિવસે પણ મલાઈ ખાવાનું ના છોડ્યું, CCTV થયા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-31 17:37:49

સુરતમાં ફરીવાર ભ્રષ્ટાચારનો બનાવ સામે આવ્યો છે. સુરતના જે ક્લાર્કે લાંચ લીધી તે ક્લાર્કની નોકરીનો આજે છેલ્લો દિવસ હતો. નોકરીના છેલ્લા દિવસે પણ ક્લાર્કે મલાઈ આરોગવાનું ના છોડ્યું. જો કે સીસીટીવી વીડિયો બહાર આવતા ક્લાર્કની ઉપાધી વધી ગઈ છે. 

ક્લાર્ક નોકરીના છેલ્લા દિવસે લાંચ લેતા ઝડપાયો

સુરત કોર્પોરેશનના સાઉથ ઝોનના ક્લાર્કના લાંચ લેતા સીસીટીવીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ક્લાર્કનું નામ છે ભરત પસ્તાગિયા. વીડિયોમાં ક્લાર્ક 500-500ની નોટનું બંડલ ખિસ્સામાં લઈ રહ્યા છે. જે રીતે સમાચાર ફેલાઈ રહ્યા છે તે મુજબ ક્લાર્કે ખાનગી ઓફિસમાંથી 40 હજાર રૂપિયાની લાંચ લીધી. અધુરામાં પૂરું આજનો દિવસ ક્લાર્કની નોકરીનો છેલ્લો દિવસ હતો. જે સીસીટીવીમાં ભરત પસ્તાગિયા લાંચ લેતા દેખાય છે તે સીસીટીવી 17 મેના હોય તેવું જણાઈ રહ્યું છે. સીસીટીવી મુજબ ભરત પસ્તાગિયા બપોરે 1 વગ્યા નજીક ખાનગી ઓફિસમાં પહોંચ્યા હતા. ઑફિસમાં તે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. સીસીટીવીમાં ખબર નથી પડી રહી પણ ક્લાર્ક પોતાના ઉપરી અધિકારીનું નામ લઈ રહ્યો હોય તેવી વાતો ફેલાઈ રહી છે. જો કે સીસીટીવીમાંથી ઓડિયો કાઢી લેવામાં આવ્યો છે માટે સરખાયે સંભળાઈ નથી રહ્યું. હાલ તપાસ ચાલી રહી છે કે ક્લાર્ક કોઈ વ્યક્તિ પાસેથી શા માટે રૂપિયા લઈ રહ્યો છે. ભરત પસ્તાગિયાના સીસીટીવી વીડિયો જાહેર થતાં તેને શોકોઝ નોટીસ પણ પાઠવી દેવામાં આવી છે. નોટિસનો તેને ખુલાસો આપવો પડશે કે તે ખાનગી ઓફિસમાં શા માટે દેખાયા અને રૂપિયાની લેવડદેવડ શા માટે કરવામાં આવી હતી. 

સુરતની મહાનગરપાલિકાની વાત કરીએ તો અવાર નવાર શહેરમાં રહેતા વેપારીઓ અને મિલકત ધારકો પણ સરકારી કાર્યાલયોમાં થતા ભ્રષ્ટાચારના કારણે હેરાન છે. ક્લાર્કની નોકરીના છેલ્લા દિવસે આ વીડિયો બહાર આવતા ક્લાર્કના ઉપાધીના દિવસો શરૂ થઈ ગયા છે. હવે તપાસ કરવામાં આવસે ત્યાર બાદ શું સામે આવશે એ જોવાનું રહેશે. આ ક્લાર્ક સામે પગલા લેવામાં આવશે કે હાથ ઉંચા કરી લેવાશે જોઈશું. 






વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...