Surat : એક જ દિવસમાં થયા પાંચ યુવાનોના મોત! Heart Attackને કારણે મોત થયા હોવાનું અનુમાન, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-25 10:51:24

એક તરફ કોરોનાના કેસમાં ફરી એક વખત કેસ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ હાર્ટ એટેકના કેસમાં પણ વધારો સતત થઈ રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો સતત તોળાઈ રહ્યો છે. હાર્ટ એટેકમાં ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ થઈ રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓના મોતના કિસ્સા આપણી સામે છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે સુરતમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 20થી 40 વર્ષ વયની વચ્ચે લોકો અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા છે. તેમના મોત હાર્ટ એટેકને કારણે થયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


20થી 30 વર્ષીય યુવાનોને આવી રહ્યો છે હાર્ટ એટેક 

એક સમય હતો જ્યારે કોરોના શબ્દ સાંભળવો સામાન્ય બની ગયો હતો ત્યારે હવે હાર્ટ એટેક એક એવો શબ્દ બની ગયો છે પ્રતિદિન સાંભળવા મળી રહ્યો છે. કોરોના બાદ હૃદયહુમલાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. યુવાનોને કાળ ભરખી રહ્યો છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં 20થી 30 વર્ષીય યુવાનો મોતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે.


સુરતમાં પાંચ લોકો અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા

પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સમગ્ર ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે.  હજી સુધી અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા છે. ત્યારે સુરતમાં એક જ દિવસે પાંચ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પાંડેસરા, હજીરા અને પુણા વિસ્તારમાં પાંચ વ્યક્તિઓ અચાનક જ ઢળી પડ્યાના સમાચાર મળ્યા છે. 


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સા! 

છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા ઢળી પડે છે તો કોઈ વાત કરતા કરતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે વધતા હાર્ટ એટેકને કારણે યુવાનોમાં ચિંતા વધી રહી છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે કોરોના વેક્સિનને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.       




અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...