Surat : બોમ્બે માર્કેટમાં લાગી ભીષણ આગ, આગ લાગવાથી સર્જાઈ અફરા-તફરી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-03 13:25:38

આગ લાગવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. 500 જેટલી દુકાનો ધરાવતા આ માર્કેટમાં આગ લાગતા અફરા તફરી સર્જાઈ હતી. બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવા પ્રયાસ કર્યો. આગ પર કાબુ મેળવી લેવાયો છે અને આ આગને કારણે જાનહાની થઈ નથી. આગ પર કાબુ મેળવી લેવાતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 



માર્કેટમાં આગ લાગતા સર્જાઈ અફરા-તફરી 

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી છે. સુરતની જૂની બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. મહત્વનું છે કે આ બજારમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે આ બજારમાં આગ લાગતા વેપારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ માર્કેટમાં 500થી વધુ કાપડની દુકાનો આવેલી છે. 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને પગલે આગ કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગતાં સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 



મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ખરીદી માટે 

માર્કેટમાં લાગેલી આગ જોતજોતામાં એકદમ વિકરાળ બની ગઈ હતી. સવારે 9 વાગતાં જ માર્કેટમાં હજારોની સંખ્યમાં વેપારીઓ કાપડની ખરીદી અને વેચાણ માટે આવતાં હોય છે, ત્યારે અચાનક જ આગ લાગતાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી. મહત્વનું છે કે તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવે છે. આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે 10 જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી હતી. લગભગ અડધા કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.  





વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...