સુરત: હજીરા-ગોથાણ નવી રેલવે લાઇનના વિરોધમાં 14 ગામોના ખેડૂતો મેદાને, “જાન દેગે પર જમીન નહિ દેંગે”


  • Published By :
  • Published Date : 2024-01-08 21:32:35

સુરતના હજીરા-ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાંખવાના વિરોધમાં આજ રોજ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ ધરણા-પ્રદર્શનો કર્યા હતા. લીલા શાકભાજી, હળ સહિત પીએમથી લઈ વિવિધ વિભાગોમાં હમણાં સુધી પત્ર વ્યવહાર થકી કરાયેલી રજુઆતોના લેટર સાથે દેખાવ કરી નવી રેલવે ટ્રેક લાઇન રદ કરવાની માંગ કરી હતી. ઉપરાંત હાલ જે હયાત ટ્રેક છે. તેનો જ ઉપયોગ કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે સુરતના ઓલપાડ તાલુકાના ગોથાણ-હજીરા વચ્ચે નવી રેલવે લાઈન નાંખવાનો 14 ગામોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. 


350થી વધુ ખેડૂતોની જમીન જશે 


કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા ખાનગી કંપનીને હજીરા-ગોથાણ 50 કિલોમીટર નવી બ્રોડગેજ લાઇનને નાંખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે.જેની કામગીરી પણ હાલ ચાલી ચાલી રહી છે.કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવી રેલવે ટ્રેક લાઇનના કારણે 14 ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે. જેમાં 350થી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે. ખેડૂતોના મતે રેલવે લાઈનથી દામકા, વાંસવા, સુંવાલી, રાજગીરી, મોરા અને ભટલાઈ સહિતના ગામ બે ભાગમાં વહેંચાઈ જશે અને તેમને મોટું નુકસાન થશે તેથી જ ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી.


“જાન દેગે પર જમીન નહિ દેંગે”


સુરત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો અઠવાલાઇન્સ સ્થિત  જિલ્લા કલેકટર કચેરીએ લીલા શાકભાજી,હળ,વિવિધ વિભાગોમાં કરાયેલ પત્ર વ્યવહાર થકીની રજૂઆત સાથેના પત્રો લઈ આવી પહોંચ્યા હતા. જે ખેડૂતોએ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર સને નારેબાજી કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.એટલું જ ન નહીં પરંતુ “જાન દેગે પર જમીન નહિ દેગે”સાથે નારેબાજી કરી ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે જે હયાત રેલવે ટ્રેક છે,તેનો જ ઉપયોગ કરવામાં આવે.નવી રેલવે ટ્રેક લાઈનની કોઈ જરૂર રહેતી નથી. ખેડૂતોએ આરોપ લગાવ્યો કે, જમીન માપણીના નામે અધિકારીઓ હેરાન કરે છે. એટલું જ નહીં CRZ કાયદાની બીક બતાવવામાં આવે છે. ખેડૂતોના મતે પડતર જમીન હોવા છતાં તેમની જ મહામૂલી જમીન પર રેલવે લાઈન નાંખવા માટેનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?