મંદીનો ભાર જીરવી રહેલા રત્ન કલાકારો હવે ફરીથી
૩૦ મી અપ્રિલે મેદાને પડશે.. પડતર માંગણીઓ
અને આર્થિક પરસ્થિતિ ને લઈને જીવ ટૂંકાવતા કલાકરોની વહારે આવવના ઠાલા વચનો આપી, વાયદા પર વાયદા કરતી ભાજપ સરકારની સામે હવે ફરીથી
સુરતના રત્ન કલાકારો રણશિંગું ફૂકવા તૈયાર છે.. આગામી ૩૦મી માર્ચે હળતાળ પર ઉતરશે સુરત
ના રત્ન કલાકારો.
આ હળતાળ ને લઈને રત્ન કલાકાર મનીષ ડાંગરિયાએ સૌ કારીગરોને કોવિદ દરમિયાન ની પરિસ્થિતિ સાથે જોડતા જણાવ્યું કે જો આપને કોવિડ સમયે અકામ વગર જીવી શક્ય તો હવે પોતાના માટે ઉભા રહેવા માટે પાછી પાની ના કરતાં .
સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.
દસેક દિવસ પહેલાં યુનિયને હડતાળનું એલાન કર્યું તેના બીજા દિવસે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મીટિંગ મળી હતી, જેમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે 2 દિવસમાં સરકાર એક્શન પ્લાન બનાવશે. આ વાતને આજે 10થી વધારે દિવસ થઈ ગયા હોવા છતાં સરકાર દ્વારા હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી, જેને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફરી આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવા માટેનું એલાન કરવામાં આવ્યું છે.
જો સરકાર આ બાકી દિવસો માં પોતાની વચન નહિ પાડે તો યુનિયન હડતાળ પર ઉતરશે એવી ચીમકી ઉચ્ચારી છે.
સુરત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, જ્યારે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન નું ડેલીગેશન સીએમને મળ્યું ત્યારે સીએમ દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે બે દિવસમાં અમે એક્શન પ્લાન બનાવીશું, પરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી, જેને લઈને એસોસિએશન દ્વારા આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવાનું એલાન કર્યું છે. સરકાર દ્વારા 30 માર્ચ સુધીમાં જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે છે તો ચોક્કસપણે હડતાળ પાડવામાં આવશે.
સુરતમાં રત્નકલાકારો 30મીએ હડતાળ પાડશે, સરકારે 2 દિવસમાં પ્લાન બનાવવાનું કહ્યા બાદ 10 દિવસે પણ નિરાકરણ નહી