સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 5 હજારથી વધુ રત્ન કલાકારો થયા બેકાર


  • Published By :
  • Published Date : 2023-01-09 14:46:56

સુરત શહેર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ડાયમન્ડ સીટી તરીકે જાણીતું છે. જો  કે હવે વૈશ્વિક મંદીની અસરથી સુરતના ડાયમન્ડ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં 5 હજારથી પણ વધુ રત્ન કલાકારોને છુટા કરવામાં આવ્યા છે. ગુજરાત ડાયમન્ડ વર્કર યુનિયનને આ છટણી અંગેની ફરિયાદો મળી છે. પશ્ચિમના દેશોમાં મંદીની ભયાનક સ્થિતીના કારણે નવા ઓર્ડર મળવાનું બંધ થયું છે. જે કારણે હિરાના કારખાના ટપોટપ બંધ થતા આ સ્થિતી સર્જાઈ છે.


સુરતને મંદીનું ગ્રહણ લાગ્યું 


સુરતમાં વિદેશથી રફ હિરા પોલીસીંગ માટે આવે છે, જો કે ચીન બાદ  જાપાન, સિંગાપોર, થાઈલેન્ડ સહિતના દેશોમાં કોરોનાના કેસ વધતા પોલિશ્ડ હીરાની માંગ ઘટતા પ્રોડક્શન પર કાપ મુકાયો છે. કોરોના ઉપરાંત રશિયા-યુક્રેન યુધ્ધ, અમેરિકા તથા યુરોપના દેશોમાં વધતી મોંઘવારી સહિતના કારણોથી સુરતના હિરા ઉદ્યોગને નવા ઓર્ડરમાં ઘટાડો થયો છે. સ્થિતી એટલી વિકટ છે કે સુરતના કતાર ગામમાં તો ફેક્ટરી જ બંધ થઈ ગઈ છે. કારખાનાના માલિકે એક 300 રત્ન કલાકારોને છુટા કરી દીધા છે. 


યુનિયનને 24 ફરિયાદો મળી


રત્ન કલાકારોના હિતોની રક્ષા કરતા સંગઠન ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને સુરતમાં હિરાઘસુઓને છુટા કરવાની 24થી વધુ ફરિયાદો મળી છે. સુરતનો હીરા ઉદ્યોગ શહેરની સાચી ઓખળ છે અને તેના થકી લાખો લોકોને રોજગારી મળે છે. જો કે મંદીના કારણે જે પ્રકારની સ્થિતી સર્જાઈ છે તે રત્ન કલાકારો અને સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?