રાહુલ ગાંધી પર ચાલતા માનહાનિ કેસને લઈ સુરત કોર્ટે આપ્યો ચૂકાદો , જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-23 14:33:34

ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ એવા નિવેદન આપી દેતા હોય છે જેને કારણે વિવાદ સર્જાઈ જતો હોય છે. ત્યારે 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ  મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. આડકતરી રીતે નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે કેવી રીતે બધા ચોરોની અટક મોદી કેમ છે? મોદી અટક અંગે આપેલા નિવેદનને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિ ફરિયાદ નોંધાવી હતી. સુરતની કોર્ટ દ્વારા આ અંગે ચૂકાદો આપવામાં આવ્યો છે જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે મળતી માહિતી અનુસાર કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે.

     

ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સરનેમને લઈ આપ્યું હતું નિવેદન

સમગ્ર મામલાની વાત કરીએ તો વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ, તેમણે નરેન્દ્ર મોદી પર આડકતરી રીતે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, મને એક નાનો પ્રશ્ન છે, કે આ બધા ચોરોના નામની પાછળ મોદી કેમ હોય છે. મહત્વનું છે કે એ સમયે અનેક ઘોટાળાઓ સામે આવ્યા હતા. કૌભાંડો બહાર આવ્યા હતાં જેમાં નીરવ મોદી અને લલિત મોદીના નામ બહાર આવ્યા હતા. જાહેર મંચ ઉપરથી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે.  


પૂર્ણેશ મોદીએ કરી હતી ફરિયાદ 

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સમગ્ર મોદી સમાજ રોષે ભરાયો હતો અને સુરત પશ્ચિમના ધારાસભ્ય એવા પૂર્ણેશ મોદીએ તેમની પર માનહાનીનો દાવો કર્યો હતો,જેને પગલે આજે સુરત કોર્ટમાં આ કેસ મુદ્દે સુનવણી થઈ હતી, જેમાં કોર્ટે IPC 500 મુજબ રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. ત્યારે કોર્ટે રાહુલ ગાંંધીને જામીન આપી દીધા છે.  


સુરત ખાતે જોવા મળ્યો નેતાઓનો જમાવડો

2019થી ચાલતા આ કેસની સુનાવણી આજે સુરત કોર્ટે કરી હતી, જે માટે રાહુલ ગાંધી આજે સવારે 11 વાગતા સુરત ખાતે પહોંચ્યાં હતા,જ્યાં કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ, કોંગ્રેસના તમામ નેતાઓ જગદીશ ઠાકોરથી લઈને રઘુ શર્મા અને અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત પહોંચ્યા છે અને આ કેસને લઈને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યાં છે, જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓનું કહેવું હતું કે અમને ન્યાયપાલિકા પર ભરોસો છે, અને જો રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરવામાં આવશે તો અમે કોર્ટની બહાર જ ધરણા કરીશું, અને જો તેમને દોષિત જાહેર કરવામાં આવશે તો અમે ફટાકડા ફોડીને ઉજવણી કરીશું. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સંસદ પદને પણ ખતરો થઈ શકે છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?