સુરત શહેર વિકાસ વિભાગનો ઈજનેર રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયો, ACBએ છટકું ગોઠવી રંગેહાથ પકડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-13 18:14:04

રાજ્યની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર બની ગયો છે. ગુજરાત સરકારના કર્મચારીઓને તગડો પગાર મળતો હોવા છતાં પણ લાંચ લેવાની લાલચ રોકી શક્તા નથી. ઘણી વખત આવા કર્મચારીઓ ACBની ટ્રેપમાં ફસાઈને નોકરી પણ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના સુરતના વરાછા ઝોન-એના શહેર વિકાસ વિભાગની ઓફિસમાં બની હતી. શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેરને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો હતો, આ ઉપરાંત લાંચ માંગવામાં સામેલ પટાવાળાની પણ ACBએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મકાનના બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા લાંચ માગવામાં આવી હતી. સુરત કોર્પોરેશનના જુનિયર એન્જિનીયર કેયુર પટેલ અને પટાવાળા નિમેષ ગાંધીને ACBએ ઝડપી પાડતા ચકચાર મચી ગઈ હતી.


35 હજારની લાંચ લેતા ઝડપાયા


સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન-એના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે, આ ઉપરાંત લાંચ માંગવામાં સામેલ પટાવાળા, નિમેષકુમાર રજનીકાંત ગાંધીની પણ ACBએ ધરપકડ કરી છે, મકાનના બીજા માળ અને ત્રીજા માળે આવેલ બે રૂમનું ગેરકાયદે બાંધકામ નહી તોડવાના અવેજપેટે 50 હજારની લાંચ બંને આરોપીઓએ માંગી હતી. આ દરમ્યાન રકઝકના અંતે 35 હજાર લેવાના નક્કી કર્યા હતા.


ACBની ટ્રેપમાં આબાદ ઝડપાઈ ગયા


ACBમાં આ મામલે ફરિયાદ થતા ACBએ સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ એ.કે.ચૌહાણે ગત મોડી સાંજે પુણાગામ પુણા વોર્ડ ઓફિસની સામે છટકું ગોઠવ્યું હતું અને પુણા વોર્ડ ઓફિસની સામેથી જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલને 35 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા જયારે પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીની તેમની ઓફિસમાંથી ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?