રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારનારા સુરત કોર્ટના જજની બઢતી સાથે બદલી


  • Published By :
  • Published Date : 2023-05-04 14:38:33

મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારનારા સુરત કોર્ટના જજ એચ.એચ.વર્માની બઢતી સાથે બદલી થઈ છે. સુરત જિલ્લા અને સેશન્સ કોર્ટમાં ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ પર રહેલા જસ્ટિસ હરીશ હસુમખભાઈ વર્માની રાજકોટમાં 16માં અધિક જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી છે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા બાદ દેશના રાજકારણમાં રીતસરનો રાજકીય ભૂકંપ આવ્યો હતો. આ સજા માટે કોંગ્રેસના નેતાઓએ ભાજપ ભાજપ અને  કેન્દ્રની મોદી સરકારને જવાબદાર ઠરાવી તેના પર આકરા પ્રહારો કર્યા હતા.


રાહુલ ગાંધીને મળી છે બે વર્ષની સજા?


રાહુલ ગાંધી દ્વારા મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના મામલે 23 માર્ચે સુરતની કોર્ટે 2019માં કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેમને કલમ 504 હેઠળ બે વર્ષની સજા સંભળાવી હતી. જોકે, તેને અમલ માટે કોર્ટ તરફથી થોડા દિવસનો સમય મળ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ મળી ગયા હતા. રાહુલે તેમની સજાને સુરત સેસન્સ કોર્ટમાં પડકારી હતી. જો કે તેમની અરજી કોર્ટે ફગાવી દીધી હતી.


સમગ્ર મામલો શું છે?


રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં યોજાયેલી એક રેલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?’જેને લઈને સુરત ભાજપના નેતા, ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલના નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી, જેના કારણે રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ પણ રદ્દ થયું હતું. આ સમગ્ર મામલે જબરદસ્ત રાજકીય વિવાદ થયો હતો. 


રાહુલ ગાંધીએ કરી છે ગુજરાત HCમાં અરજી


સુરત કોર્ટના ચુકાદાને રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે ગઈ કાલે 2 મેના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જો કે હાઈકોર્ટે રાહુલ ગાંધીને કોઇ રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર વચગાળાના જામીન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. કોર્ટે બંન્ને પક્ષની દલિલો સાંભળ્યા બાદ કોઇ પણ રાહત આપી નહોતી. કોર્ટ દ્વારા પોતાનો ચુકાદો અનામત રાખી લીધો હતો. ઉનાળાનું વેકેશન શરૂ થઇ રહ્યું હોવાથી જજ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. વેકેશન પૂર્ણ થયા બાદ તેઓ ચુકાદો આપશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?