Surat : બેંકમાં કામ કરતા કર્મચારીએ ઝેરી દવા પી ટૂંકાવ્યું જીવન, મરતા પહેલા લખી સ્યુસાઈડ નોટ અને પરિવારને કરી આ અપીલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-28 14:27:22

અનેક લોકો આપઘાત કરી પોતાના જીવનનો અંત કરતા હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં માનસીક ત્રાસને કારણે લોકો આપઘાત કરી લેતા હોય છે. ત્યારે સુરતમાં એક બેંક કર્મચારીએ જીવનને ટૂંકાવી દીધું છે. મરતા પહેલા તેમણે એક સ્યુસાઈડ નોટ લખી હતી જે સામે આવી છે. સ્યુસાઈડ નોટમાં મૃતક અતુલ ભાલાળાએ સુરતની કુખ્યાત ગેંગ સાથે જોડાયેલા માણસના નામનો ઉલ્લેખ કર્યો છે. જે લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે તેમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનોનો સમાવેશ થાય છે. એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેની સાથે ચીટિંગ થઈ હોવાની વાત પણ કહી છે. 


સ્યુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા  

સરથાણા વિસ્તારમાં એક બેન્કકર્મચારીએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 30 વર્ષીય અતુલ ભાલાળાએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. મરતા પહેલા તેમણે સ્યુસાઈડ નોટ લખી છે. જે નોટ સામે આવી છે તે ઈમોશનલ કરી દે તેવી છે. અતુલ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતો હતો. પરિવારે કહ્યું કે, અતુલના આપઘાતને લઈને તેઓ પણ ચોંકી ગયા છે. દેખિતો કોઈ જ પ્રશ્ન કે સમસ્યા અતુલને નહોતી. ઘઉંમાં નાખવાની સેલફોસ દવાની ત્રણ ગોળી ખાઈ આપઘાત કર્યો હતો. અતુલ પાટીદાર અનામન આંદોલનમાં સક્રિય ભૂમિકા હતો.


આત્માને શાંતિ મળે તે માટે ન્યાય અપાવાની કરી અપીલ 

સ્યુસાઈડ નોટમાં જે નામનો ઉલ્લેખ છે તે અતુલ ભાલાળાને હેરાન કરતા હતા. તેમને ફોન કરીને ધમકી આપવામાં આવતી હતી બેંક જતા તે વખતે તેમને મેસેજ કરવામાં આવતો. જોબ પર જતા હોય ત્યારે સવારે માણસો મોકલે. સ્યુસાઈડમાં તેમણે લખ્યું કે આ લોકોને સજા થવી જોઈએ. ઉપરાંત સ્યુસાઈડ નોટમાં પણ તેમણે લખ્યું કે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી. જેથી હું દવા પી જાવ છું. આ લોકોને સજા થવી જોઈએ પ્લીઝ રિક્વેસ્ટ મારા આત્માને શાંતિ મળે તેના માટે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?