સુરત એરપોર્ટ બન્યું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું


  • Published By :
  • Published Date : 2024-01-31 21:49:11

ભારત સરકારે ગુજરાતના સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારના ગેઝેટમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે.જોઈન્ટ સેક્રેટરી રૂબીના અલીએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે. ડિસેમ્બર 2023માં કેન્દ્રીય કેબિનેટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે, "આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, વિદેશી રોકાણ આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવો સર્વોપરી છે."


1800 મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ


સુરત એરપોર્ટની વાત કરીએ તો કેન્દ્ર સરકારે નવા ટર્મિનલ બિલ્ડિંગ માટે 353 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. નવી ઇમારતમાં 20 ચેક-ઇન કાઉન્ટર, પાંચ એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર અને પાંચ બેગેજ કેરોસેલ્સ હોવાનું કહેવાય છે. આ ટર્મિનલ બિલ્ડીંગ સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેથી તેને સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.


એરપોર્ટ પર પાર્કિંગની મોટી જગ્યા 


તે પીક ટાઇમ દરમિયાન એક સમયે 1800 મુસાફરોને હેન્ડલ કરી શકશે. પ્લાન મુજબ સુરત એરપોર્ટ પર ફોર વ્હીલર, ટેક્સી, બસ અને બાઇક માટે મોટું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કર્મચારીઓ અને VIP માટે અલગ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


મોદીએ નવા ટર્મિનલ બિલ્ડિંગનું  કર્યું હતું ઉદ્ઘાટન


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2024ના રોજ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે આસપાસ ફરીને  નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "સુરતમાં નવું ટર્મિનલ બિલ્ડીંગ શહેરના વિકાસમાં એક મહત્વની સિદ્ધિ દર્શાવે છે. આ અત્યાધુનિક સુવિધા પ્રવાસના અનુભવને શ્રેષ્ઠ બનાવશે, તે ઉપરાંત આર્થિક વિકાસ, પ્રવાસન અને હવાઈ સંપર્કને પણ વેગ આપશે. "



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?