સુરત ફરી શર્મસાર થયું, ચાર વર્ષની બાળકી પર યુવકે આચર્યું દુષ્કર્મ, દર્દથી પીડાઈ રહેલી માસુમની ચાલી રહી છે સારવાર, જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-23 12:31:47

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. જો આપણે આ વાતને ભૂતકાળ કહીએ તો પણ ખોટા ન પડીએ કારણે એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. પરંતુ હવે તો નાની બાળકી પણ સુરક્ષિત નથી. ગઈકાલે સુરતથી એક સમાચાર સામે આવ્યા હતા જેમાં નરાધમે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી અનુસાર ચાર વર્ષીય માસુમ બાળકીને 21 વર્ષીય યુવક ઉઠાવી ગયો હતો અને તે બાદ દુષ્કર્મ આચર્યું હતું. જે વખતે બાળકીને પડોશી ઉઠાવીને જતો હતો તે સમયના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરિના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો.    


ચાર વર્ષની બાળકીને બનાવ્યો હવસનો શિકાર

દિવસેને દિવસે મહિલા પર થતાં દુષ્કર્મની ઘટનાઓ વધતી જઈ રહી છે. નાની બાળકીઓ હવસનો શિકાર બની રહી છે. નરાધમો બાળકીને પોતાના હવસનો શિકાર બની રહ્યા છે. ત્યારે સુરતથી એક એવી ઘટના સામે આવી છે જેને લઈ માનવતા શર્મસાર થઈ જાય છે. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા આરજેડી પાર્કમાં નવનિર્મિત બિલ્ડિંગમાં પોતાના પરિવારની સાથે બાળકી સૂતી હતી ત્યારે ત્યાં નજીકમાં રહેતો યુવક સૂતેલી બાળકીને ઉપાડી ગયો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને રઝળતી હાલતમાં મૂકી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાળકી ધીમે ધીમે કરી પોતાના ઘરે પહોંચી અને બાળકીની હાલત જોઈ પરિવારના તળિયેથી જમીન સરકી ગઈ હતી. 


બાળકીને બચાવવા કરાઈ રહ્યો છે પ્રયાસ

દર્દથી પીડાતી દીકરીને પરિવારજનોએ હોસ્પિટલ ખસેડી હતી. સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીના શરીર પર અનેક ઈજાઓ મળી આવી હતી. ચહેરા પર પણ ઈજાઓ પહોંચી છે. અંદાજીત બે કલાક સુધી બાળકીનું ઓપરેશન ચાલ્યું હતું. ગંભીર હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ પણ બાળકીની હાલત નાજુક છે અને આઈસીયુમાં દાખલ છે. બાળકી જલ્દી સાજી થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 



લોકોમાં આ ઘટનાને લઈ જોવા મળ્યો રોષ

આ મામલે પોલીસે પણ જલ્દી કાર્યવાહી કરી છે. નરાધમ વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને મળતી માહિતી અનુસાર આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આવી વધતી ઘટનાઓથી સાબિત થઈ રહ્યું કે આપણો સમાજ કઈ તરફ આગળ વધી રહ્યો છે. નાની બાળકીઓ પણ હવે તો રાજ્યમાં સુરક્ષિત નથી. પાડોશીને આપણે ત્યાં પહેલો સગો માનવામાં આવે છે પરંતુ હવે એવી હાલત થઈ ગઈ છે કે પડોશી પર પણ વિશ્વાસ કરતા લોકો ડરી રહ્યા છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?