સુરત આમ આદમી પાર્ટીમાં સર્જાયું ભંગાણ! આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-21 14:01:00

સુરત આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ સર્જાયું છે. થોડા સમય પહેલા ભાજપમાં 6 જેટલા કોર્પોરેટરો જોડાયા હતા. ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરોએ આપનો છેડો ફાડી દીધો છે અને ભાજપમાં જોડાયા છે. કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી આપના 12 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સુરત વોર્ડ નંબર 2માંથી અલ્પેશ પટેલ અને વોર્ડ નંબર ત્રણના કનુ ગેડિયા ભાજપમાં સામેલ થયા છે.      


વોર્ડ નં.2ના આપના કોર્પોરેટર અલ્પેશ પટેલે ભગવો ધારણ કર્યો.

આપના કોર્પોરેટર કનુ ગેડિયાએ કેસરિયો ધારણ કર્યો.


આ પહેલા 10 જેટલા કોર્પોરેટરોએ છોડ્યો છે આપનો સાથ!

ગુજરાતમાં થોડા સમય પહેલા જ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પાંચ વિધાનસભા સીટો પર જીત હાંસલ કરી છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પક્ષ પલટો કરવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ચૂંટણી દરમિયાન પાર્ટીઓમાં ભંગાણ પડતું હોય છે. રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકો પક્ષપલટો કરી બીજા પાર્ટીની સાથે જોડાઈ જતા હોય છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ થયું છે. સુરત આમ આદમી પાર્ટીના વધુ 2 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે અને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. આ પહેલા 10 જેટલા કોર્પોરેટરોએ આપનો સાથ છોડી દીધો છે.  


27માંથી 12 કોર્પોરેટરો જોડાયા ભાજપમાં!

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાયા હતા. પરંતુ સમય જતા જતા 27માંથી 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા છે. થોડા દિવસો પહેલા હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરનું ભાજપમાં સ્વાગત કર્યું હતું ત્યારે આજે વધુ બે કોર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા છે. હવે માત્ર 15 કોર્પોરેટરો જ આમ આદમી પાર્ટી પાસે રહ્યા છે. 


આ કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો!

અત્યાર સુધી અશોક ધામી, નિરાલી પટેલ, ધર્મેન્દ્ર વાવલિયા, સ્વાતિ ક્યાડા, કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, ઋતા ખેની, જ્યોતિ લાઠિયા, ભાવના સોલંદી અને વિપુલ મોવલિયાએ પક્ષ પલટો કર્યો હતો પરંતુ હવે આ લિસ્ટમાં કનુ ગેડિયા અને અલ્પેશ પટેલના નામનો સમાવેશ પણ થઈ ગયો છે. ત્યારે લોકોના મનમાં સવાલ એ થવો સ્વાભાવિક છે કે શું કામ પાર્ટીના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જે પાર્ટીના વિરૂદ્ધ તમે ચૂંટણી લડ્યા છો તે જ પાર્ટીમાં જીત્યા બાદ તમે સામેલ થાવ છો તો એનો મતલબ શું?     





વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...