Surat : સચિન GIDCમાં લાગી ભયંકર આગ, 20થી વધારે કામદારો દાઝ્યા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-29 11:13:36

સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક કેમિકલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝની સ્ટોરેજ ટેન્કમાં જોરદાર આગ લાગી જેને કારણે 24 જેટલા કામદારો દાઝયા છે તેવી માહિતી સામે આવી છે. આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે મળતી માહિતી અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. દાઝેલા કામદારોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં આગ ગઈકાલ મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી પરંતુ તે કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે. 

અનેક કામદારો આગમાં દાઝ્યા

આગ લાગવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે જેને કારણે અનેક લોકો દાઝી જતા હોય છે અથવા તો મૃત્યુને પામતા હોય છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી કંપની એથર ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે જેને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. એથલ કેમિકલ કંપનીમાં રાત્રે 2 વાગ્યે આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો.આ ઘટનામાં 20થી વધુ કામદારો દાઝ્યા છે તેવી માહિતી સામે આવી છે. 



કામદારોને બચાવવા માટે ત્વરીત શરૂ કરાયું હતું રેસ્ક્યુ ઓપરેશન

આગના બનાવની જાણ થતાં  ફાયર બ્રિગેડની ટીમો ત્યાં આવી પહોંચી હતી. આગ એટલી ભીષણ હતી કે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમને ઘણી મહેનત કરવી પડી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. આગમાં ફસાયેલા કામદારો, કર્મચારીઓને તાત્કાલિક બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...