Surat : કારચાલકે ટક્કર મારી તોડી આઈસ્ક્રીમ વેચતા ફેરિયાની સાઇકલ, શ્રમજીવી પહોંચ્યા પોલીસ સ્ટેશન અને સર્જાયા ભાવુક દ્રશ્યો, જાણો શા માટે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 14:56:18

પોલીસ.... આ શબ્દ સાંભળીને પોલીસ દ્વારા કરવામાં આવતો ખરાબ વ્યવહાર, ખરાબ વર્તન, દાદાગીરી જેવી વાતો યાદ આવતી હોય છે.... પરંતુ પોલીસ વિભાગમાં અનેક એવા અધિકારીઓ પણ છે જેમની કામગીરી પ્રશંસનિય હોય છે.. તેમને જોતા લાગે છે કે પોલીસમાં પણ હજી માનવતા જીવે છે...  ત્યારે આવો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં પોલીસની ટીમ દ્વારા શ્રમજીવીને નવી સાયકલ આપવામાં આવી છે... સાયકલ મળતા જ શ્રમજીવીની આંખો હરખથી ભરાઈ આવી હતી.. હર્ષ સંઘવીએ આનો વીડિયો શેર કર્યો છે. 

સાયકલ તૂટી પડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા શ્રમજીવી 

નાનું મોટું કામ કરી અનેક લોકો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે... પરંતુ જ્યારે તે જીવા દોરી સમાન ગણાતું સાધન તેમનાથી દૂર થઈ જાય તો તેમને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હોય છે.. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં સાયકલ પર આઈસ્ક્રીમ વેચી પોતાનું ગુજરાન ચલાવતા એક શ્રમજીવીની સાયકલ વાહનની અડફેટે આવતા તૂટી ગઈ... સાયકલ તૂટી જતા તે શ્રમિક પોલીસસ્ટેશન ગયા અને ત્યાં પોલીસને આપવીતિ કહી.. પોલીસવાળાથી તેમનું દુ:ખ જોઈ ના શકાયું અને રાંદેર પોલીસની ટીમે તેમને નવી સાયકલ ભેટ કરી.. નવી સાયકલ મળતા શ્રમજીવીની આંખો ભીની થઈ ગઈ..  જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભાવુક કરી દે તેવા છે..


પોલીસે મહેકાવી માનવતા... 

મહત્વનું છે કે આ વાંચ્યા બાદ અનેક લોકોને લાગી શકે છે  આમાં શું માત્ર સાયકલ જ ભેટ કરી છેને.. પરંતુ તે સાયકલ આપણા માટે સાયકલ  છે પરંતુ તે શ્રમજીવી માટે તેની રોજીરોટી આપનારૂં સાધન છે.. પોલીસની છબી ગમે તેવી ખરાબ કેમ ના હોય પરંતુ પોલીસની સામે આવતી આવી છબી એવો વિશ્વાસ બેસાડે છે કે માનવતા હજી જીવંત છે પોલીસ વાળામાં.. પોલીસ વિભાગની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થઈ શકે તેમ છે પરંતુ આવા દ્રશ્યો જ્યારે સામે આવે છે ત્યારે તેની તારીફ કરવી જોઈએ..



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.