ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું, ગુજરાતમાં બહુ ઓછી બળાત્કારની ફરિયાદો નોંધાતી હતી પરંતુ હવે પરિસ્થિતિ અલગ છે. સુરક્ષિત મનાતા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. મહિલાઓ તો ઠીક પરંતુ બાળકીઓ પણ હવે સુરક્ષિત નથી. ત્યારે એક સમાચાર સુરતથી સામે આવ્યા છે જેમાં 50 વર્ષના આધેડને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. 17 વર્ષની સગીરાનું 50 વર્ષના આધેડે અપહરણ કર્યું હતું, તેને ભગાડી લઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. જે આરોપીને સજા ફટકારવામાં આવી છે તે શાહરૂખ ખાનનો ફેન છે. ડુપ્લિકેટ શાહરૂખ ખાન બની સોશિયલ મીડિયામાં રિલ્સ અને ફોટા મૂક્યા છે.
17 વર્ષની સગીરા પર 50 વર્ષના આધેડે આચર્યું દુષ્કર્મ
અપહરણના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. નાની બાળકીઓ પણ હવસનો શિકાર બની રહી છે. ગુજરાતને પહેલા મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું પરંતુ હવે તો, આગળ કહેવાની જરૂર નથી. આપ બધુ જાણો છો. ત્યારે 2022માં એક 17 વર્ષની સગીરા પર 50 વર્ષના આધેડે દુષ્કર્મ આચર્યું હતું. જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં ઉલ્લેખ છે કે 9 ઓક્ટોબર 2022ના રોજ 50 વર્ષના આધેડ અબ્દુલ હાસીમ માઘીએ 17 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. અને તે બાદ તેણે દુષ્કર્મ આચર્યું હતું.
2022માં બની હતી ઘટના
જે જગ્યાએ સગીરા કામ કરતી હતી ત્યાં આધેડ પણ કામ કરતો હતો. ઘરે મૂકવાનું કામ કરતો હતો. 8 ઓક્ટોબર 2022ના રોજ ઘરે રિક્ષા લઈને સગીરાને લેવા ગયો હતો. સાંજે 7 વાગ્યા સુધી પીડિતા ઘરે નહીં આવતા પરિજનોએ તેની શોધખોળ કરી હતી. પીડિતા મળી ન આવતા પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આરોપી સગીરાને લઈ ફરાર થઈ ગયો હતો.
પોલીસે આ મામલે કરી હતી ઝડપી કાર્યવાહી
આ મામલે પોલીસે માત્ર થોડા દિવસોની અંદર ચાર્જશીટ રજૂ કરી હતી. મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે એક્ટિવ મોડમાં દેખાઈ હતી. જુદી જુદી ટીમો બનાવી પોલીસે આધેડને શોધવાની તજવીજ હાથ ધરી હતી અને માત્ર બે ત્રણ દિવસની અંદર જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. મહારાષ્ટ્રથી આરોપી ઝડપાયો હતો. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી રીતે ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે. 42 દિવસોની અંદર ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે એક વર્ષની અંદર આ ચૂકાદો આપી દીધો હતો. કોર્ટે આરોપીને 50 હજારનો દંડ અને પીડિતાને રૂપિયાનું વળતર આપવા આદેશ કર્યો છે.
આરોપીને ફટકારવામાં આવી 20 વર્ષની સજા
જ્યારે આરોપીને પકડવામાં આવ્યો ત્યારે તપાસમાં ખબર પડી કે આરોપીએ ખાનગી વાહનમાં સગીરાનું અપહરણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર અમદાવાદથી અજમેર જતી વખતે આરોપીએ રસ્તામાં દુષ્કર્મ આચર્યું હતું. જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે શાહરૂખ ખાનનો મોટો ફેન છે. સુરતમાં તેને લોકો નકલી શાહરૂખ ખાન કહે છે. ત્યારે નકલી શાહરૂખ ખાનને પોતાના કર્મોની સજા ભોગવવી પડી છે. આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. નકલી શાહરુખ ખાન ઉર્ફે અબ્દુલ હમીદ હાસિમ માધીને કોર્ટે દોષિત જાહેર કરતા સુરતના નકલી શાહરુખને 20 વર્ષની જેલ ભોગવવાનો વારો આવ્યો છે.