સુરત શહેરના સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગમાં અનેક કામદારો દાઝ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે 6થી 7 શ્રમિકો લાપતા હતા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થઈ ગયા છે. હજી એક વ્યક્તિ લાપતા છે. મંગળવારે મોડી રાતે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભયંકર આગ લાગી હતી. આગની ઘટનાના 30 કલાક બાદ 6 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
Surat | Sachin GIDCમાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં 7 કામદાર ભડથું#surat #suratsachingidc #suratfire #suratpolice #etharindustrialfactory #suratgidc #fire #death #jamawat #jamawatupdate pic.twitter.com/xAcF2x2B56
— Jamawat (@Jamawat3) November 30, 2023
આગમાં 27 કર્મચારીઓ દાઝ્યા હતા
સચિન જીઆઇડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં મંગળવાર રાત્રે ૧:૩૦ વાગે પ્રથમ બ્લાસ્ટ થયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે કંપનીમાં 150 જેટલા કર્મચારીઓ હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગમાં દાઝેલા ૨૭ કર્મચારીઓને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા. સાત જેટલા કામદારો લાપતા હતા. આ બધા વચ્ચે 6 કામદારોના મૃતદેહ મળી આવ્યા છે. મંગળવારે રાતે બે વાગ્યાની આસપાસ સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી.
ઘટનામાં સાત શ્રમિકોના થયા મોત
આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો ત્યાં દોડી આવી હતી. અનેક કલાકો સુધી પાણીનો મારો કરવામાં આવ્યો અને ભારે મહેનત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. આ દુર્ઘટનામાં બુધવારે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા ન હતા. પરંતુ સાત લોકો ગુમ થયાના સમાચાર આવ્યા હતા. એવી માહિતી સામે આવી હતી કે આ દુર્ઘટનામાં 27 કામદારો દાઝ્યા હતા સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે 6 શ્રમિકોના મૃતદેહો મળી આવ્યા છે.