આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પક્ષ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે આવનાર થોડા દિવસોમાં બે રાજકીય વિસ્ફોટ થવાના છે તેવું નિવેદન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાંસદ એટલે કે એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ આપ્યું છે. સુપ્રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે એક રાજકીય બ્લાસ્ટ દિલ્હીમાં થવાનો છે જ્યારે બીજો રાજકીય બ્લાસ્ટ મહારાષ્ટ્રમાં થવાનો છે. મહત્વનું છે કે આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં રાજનીતિ ગરમાઈ રહી છે. એવી અટકળો ચાલી રહી છે કે વિપક્ષના નેતા અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આ નિવેદનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
અજીત પવાર ભાજપમાં થઈ શકે છે સામેલ તેવી ચાલી રહી છે અટકળો!
રાષ્ટ્રવાદી કોંગ્રસ પાર્ટીના સાંસદ અને શરદ પવારની પુત્રીએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ધડાકો થવાનો છે. એક રાજકીય ધડાકો મહારાષ્ટ્રમાં થશે જ્યારે બીજો રાજકીય ધડાકો દિલ્હીમાં થવાનો છે. એવી અટકળો ચાલી રહી છે. અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. આ નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ગઈ છે.
શરદ પવાર અને સુપ્રિયાની રેલીમાં ગેરહાજર રહ્યા હતા અજીત પવાર!
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પુણેમાં શરદ પવાર અને સુપ્રિયાએ એક રેલી કરી હતી. આ રેલીમાં અજીત પવાર હાજર રહ્યા ન હતા. જ્યારે આ વિશે સુપ્રિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ સવાલ તેમણે અજીત પવારને પૂછવો જોઈએ. મારા પાસે ગપસપ કરવા માટે ખોટો સમય નથી.