મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી સ્વીકારાઈ, સુપ્રીમમાં 21 જુલાઈએ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-18 13:52:50

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત ન મળતા તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી સ્વિકારી લીધી છે, અને સુનાવણી કરવા સંમત થઈ છે અને 21 જુલાઈએ આ કેસમાં સુનાવણી હાથ ધરાશે. શનિવારે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સજા પર સ્ટે ઓર્ડર આપવાની માંગ કરી હતી.


અરજીમાં શુ કરી હતી રજુઆત


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની અરજીમાં કહ્યું હતું કે જો તેમને મોદી સરનેમ કેસમાં રાહત નહીં મળે તો તેમની કરિયરના આઠ વર્ષ બરબાદ થઈ જશે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ તેમની અરજીમાં એમ પણ કહ્યું છે કે જો હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે ઓર્ડર નહીં આપવામાં આવે તો અભિવ્યક્તિની આઝાદીનો દમ ઘૂટી જશે. આ સજા પર સ્ટે આપવામાં નહીં આવે તો કેરિયરના આઠ વર્ષ બરબાદ થઈ જશે. તેઓ આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.


સુરતની સેશન્સ કોર્ટે ફટકારી હતી બે વર્ષની સજા


ભાજપના નેતા પૂર્ણેશ મોદીની ફરિયાદને પગલે  મોદી સરનેમ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. લોકસભા ચૂંટણી સમયે કર્ણાટકના કોલારમાં 13 એપ્રીલ 2019ના રોજ એક ચુંટણી સભામાં તેમણે મોદી સરનેમ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે છેવટે મોદી સરનેમ ધરાવતા બધા ચોર શા માટે હોય છે? તેમના નિવેદનને અપમાનજનક ગણાવી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?