કેન્દ્રએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવ્યો, દિલ્હીના અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ પર વટહુકમ બહાર પાડ્યો


  • Published By :
  • Published Date : 2023-05-20 13:44:14

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે. હવે એક સમિતિ દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ કરશે. આ રીતે ફરી એક વખત જૂની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. શુક્રવારે મોડી રાત્રે કેન્દ્રએ આ વટહુકમ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને ટ્રાન્સફર પોસ્ટિંગના અધિકારો આપ્યા છે. દિલ્હી ભારતની રાજધાની છે, જે સીધી રાષ્ટ્રપતિની નીચે છે. આવી સ્થિતિમાં અધિકારીઓના ફેરબદલનો અધિકાર રાષ્ટ્રપતિના આધિન જ રહેશે.


કેન્દ્ર સરકારે બહાર પાડ્યો વટહુકમ 


સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે દિલ્હીમાં સેવાઓના નિયંત્રણને લઈને ચુકાદો આપ્યો હતો. આ નિર્ણય દિલ્હી સરકારની તરફેણમાં હતો. જો કે હવે કેન્દ્ર સરકાર વટહુકમ લાવી છે. હવે અધિકારીઓની બદલી એક કમિટી દ્વારા કરવામાં આવશે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, મુખ્ય ગૃહ સચિવ હશે અને બહુમતીથી નિર્ણય લેવામાં આવશે. વટહુકમમાં આ સમિતિને નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટી (NCCSA) નામ આપવામાં આવ્યું છે. આ સમિતિ માત્ર ભલામણો કરશે, નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નર લેશે. આ વટહુકમથી સુપ્રીમ કોર્ટનો ચુકાહો બિનઅસરકારક બની ગયો છે.


મુખ્યમંત્રીએ આશંકા વ્યક્ત કરી હતી


જો કે કેન્દ્ર સરકારના આ નિર્ણય અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આશંકા વ્યક્ત કરી હતી. એલજીને મળ્યા બાદ સાંજે પત્રકારો સાથે વાત કરીને આ અંગે અરવિંદ કેજરીવાલે પોતાની આશંકા વ્યક્ત કરી હતી. આ પહેલા બપોરે તેમણે ટ્વીટ કર્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર કોર્ટના આદેશનું પાલન કેમ નથી કરી રહ્યા? તમે બે દિવસ સુધી સેવા સચિવની ફાઇલ પર સહી કેમ ન કરી? એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર આવતા અઠવાડિયે વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટના આદેશને ઉલટાવી જશે? દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વીટમાં સવાલ કર્યો છે કે, શું કેન્દ્ર સરકાર કોર્ટના આદેશને ઉલટાવવાનું કાવતરું કરી રહી છે? શું લેફ્ટનન્ટ ગવર્નર વટહુકમની રાહ જોઈ રહ્યા છે, તેથી જ ફાઇલ પર સહી નથી કરી રહ્યા?


11 મેના રોજ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ચુકાદો


અત્રે ઉલ્લેખનિય છે કે, 11 મેના રોજ સુપ્રીમ કોર્ટે અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકારને સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ હોવા છતાં સરકારના કામકાજ પર કેન્દ્રને સંપૂર્ણ અધિકાર આપી શકાય નહીં. દિલ્હીના બંધારણમાં સંઘીય મોડલ છે. ચૂંટાયેલી સરકાર જનતા પ્રત્યે જવાબદારી ધરાવે છે. દિલ્હીના અધિકારો અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા છે. સવાલ એ છે કે દિલ્હીની સેવાઓ પર કોનો અધિકાર રહેશે? કેન્દ્રની દખલગીરીથી રાજ્યોની કામગીરીને અસર થવી જોઈએ નહીં.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?