ઠાકરે જુથને સુપ્રીમ કોર્ટમાંથી પણ નિરાશા મળી છે, આજે શિવસેના પાર્ટીના નામ અને તેના પ્રતિક પાછા મેળવવા માટે ઉધ્ધવ જુથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પણ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય સામે સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે શિંદે ગ્રુપને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઠાકરે જુથ માટે આ મોટો રાજકીય ફટકો છે. મહારાષ્ટ્રમાં શિંદે અને ઠાકરે જુથ વચ્ચેની રાજકીય લડાઈ હજુ લાંબી ચાલશે તેવું જણાઈ રહ્યું છે.
Election Commission gave a decision a few days ago. This is an example of how an institution can be misused. We've never seen such a decision by EC. Balasaheb Thackeray in his last days said that Shiv Sena's responsibility would be given to Uddhav Thackeray after him: NCP chief pic.twitter.com/zFr4ynLKEx
— ANI (@ANI) February 22, 2023
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
Election Commission gave a decision a few days ago. This is an example of how an institution can be misused. We've never seen such a decision by EC. Balasaheb Thackeray in his last days said that Shiv Sena's responsibility would be given to Uddhav Thackeray after him: NCP chief pic.twitter.com/zFr4ynLKEx
— ANI (@ANI) February 22, 2023ઉધ્ધવ ઠાકરેની અરજી પર સુનાવણી કરતા સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેચે ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. બેચે કહ્યું કે અમે ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપી શકીએ નહીં. તેમણે કહ્યું કે આ માટે અમારે બંને પક્ષની દલીલો સાંભળવી પડશે, તે સિવાય સ્ટે આપી શકાય નહીં. આ પહેલા સુનાવણી દરમિયાન ઉધ્ધવ ઠાકરે ગ્રૂપ તરફથી કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે ચૂંટણી પંચના આદેશ પર સ્ટે આપવામાં આવે. જો કે મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ પીએમ નરસિમ્હાની બેચે તેમની તે અપીલ ફગાવી દીધી હતી.