દિલ્હીમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓની બાઈક સર્વિસ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી રાજ્ય સરકારની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેબ એગ્રીગેટર કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર દિલ્હીમાં હાલ તો બાઈક ટેક્સી નહીં ચાલે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટેના વચગાળાના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધી છે.
શા માટે પ્રતિબંધ?
દિલ્હી સરકારની મુખ્ય દલીલ હતી કે એગ્રીગેટર્સ દ્વારા ટુ વ્હીલર વાહનોનો ઉપયોગ કોઈ પણ પ્રકારના લાયસન્સ અને પરમિટ વગર કરવામાં આવી રહ્યો છે. એગ્રીગેટર માટે લાઈસન્સની જરૂરની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટની કલમ 93માં છે. દિલ્હી સરકારની દલીલ હતી કે આ ગાઈડલાઈન્સ ફોર વ્હીલર અને ટુ વ્હીલર બંને પ્રકારના વાહનો માટે છે. આવી સ્થિતીમાં પોલીસી લાવ્યા વિના નોન ટ્રાન્સપોર્ટ ટી-વીલર્સનો ઉપયોગ એગ્રીગેટર્સ કરી શક્તા નથી.