સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અને અદા શર્મા અભિનીત ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' હાલમાં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. ફિલ્મને કારણે દેશ ફરી એકવાર બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેનો સખત વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. કેરળ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝને રોકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી આગામી 15મી મેના રોજ કરશે.
SC agrees to list on May 15 plea against HC order on 'The Kerala Story' release
Read @ANI Story | https://t.co/7deFCkO3tH pic.twitter.com/Uvag36kthp
— ANI Digital (@ani_digital) May 9, 2023
કેરળ હાઈકોર્ટે ફગાવી છે અરજી
SC agrees to list on May 15 plea against HC order on 'The Kerala Story' release
Read @ANI Story | https://t.co/7deFCkO3tH pic.twitter.com/Uvag36kthp
સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી માટે સંમત થઈ ગઈ છે. દેશની સર્વોચ્ચ અદાલત આ કેસની સુનાવણી આગામી 15 મેના રોજ કરશે. 5 મેના રોજ કેરળ હાઈકોર્ટે ફિલ્મ The Kerala Story ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ કંઈ પણ વાંધાજનક નથી. કોર્ટે આદેશ આપતા પહેલા ફિલ્મનું ટ્રેલર જોયું હતું. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે આ ફિલ્મમાં ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ કંઈ આપત્તિજનક નથી.
સુપ્રીમ કોર્ટમાં શું થયું
સિનિયર વકીલ કપિલ સિબ્બલે મંગળવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ સમક્ષ આ મામલાની તાકીદે સુનાવણીની અપીલ કરી હતી. જ્યારે ન્યાયાધીશોની બેન્ચે પૂછ્યું કે શું હાઈકોર્ટે આ મામલે કોઈ આદેશ આપ્યો છે, ત્યારે સિબ્બલે કહ્યું કે તેઓએ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. આ પછી તરત જ આદેશ આપવામાં આવ્યો કે કેસની સુનાવણી 15મી મેના રોજ થશે.