હિન્દી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું રૂવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. આ ફિલ્મમાં કેરળની 32,000 છોકરીઓની કહાની બતાવવામાં આવી છે, જે લવ જેહાદના ચુંગાલમાં ફસાઈને ઈસ્લામ ધર્મ અપનાવી લે છે. આ ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેન છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તેના પર વિવાદ ચાલી રહ્યો છે. કેરળના શાસક પક્ષો લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ-કોંગ્રેસે આ ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.
Plea seeking ban on the film ‘The Kerala Story’ mentioned before the Supreme Court saying it promotes hate speech. Supreme Court refuses to hear the plea immediately. pic.twitter.com/t3OnAyCNPE
— ANI (@ANI) May 2, 2023
ફિલ્મની રિલીઝને પડકારવી તે યોગ્ય ઉપાય નથી: SC
Plea seeking ban on the film ‘The Kerala Story’ mentioned before the Supreme Court saying it promotes hate speech. Supreme Court refuses to hear the plea immediately. pic.twitter.com/t3OnAyCNPE
— ANI (@ANI) May 2, 2023ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ મૂકવાની અરજીનો સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ નફરતને પ્રોત્સાહન આપે છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નાની ડિવિઝન બેન્ચે કહ્યું કે ફિલ્મની રિલીઝને પડકારવો એ યોગ્ય ઉપાય નથી. ધ કેરળ સ્ટોરીનો વિવાદ સતત વધી રહ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ 'ધ કેરળ સ્ટોરી' સામે વાંધો ઉઠાવ્યો છે.