જાહેરમાં ખચકાયા વિના બોલાતા કેટલાક શબ્દો જેવા કે છેડછાડ, હાઉસવાઈફ, લગ્ન ઉંમરલાયક, અનવેડ મધર, પ્રોસટિટ્યુટ જેવા શબ્દોનો ઉપયોગ હવે કોર્ટરૂમમાં નહીં કરી શકાય. સુપ્રીમ કોર્ટ દ્વારા આવા શબ્દોની એક યાદી પ્રકાશિત કરવામાં આવી છે, એટલે હવે અદાલતમાં હવેથી આ શબ્દો સાંભળવા નહીં મળે. જો કે આ શબ્દોના બદલે કયા શબ્દો વાપરવા તેવું કોઇક વિચારે છે તો તેની હેન્ડબુક પણ સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. બીજા કયા શબ્દોનાં પ્રયોગ પર રોક લગાવી તે અંગે આવો જાણીએ.
ચીફ જસ્ટીસ આપી સુચના
ભારતનાં ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડે કોર્ટના ચુકાદા અને અદાલતી કાર્યવાહીમાં જુના જાતિ વિષયક શબ્દો, વાક્યોને દૂર કરવા હેન્ડબુક પ્રકાશિત કરી. જેમાં chaste women(બદચલન સ્ત્રી) સ્લટ, સેડ્યુસ્ટ્રેસ, મિસ્ટ્રેસ, હારલટ સ્ત્રી જ કહેવાશે, અફેર કહેવાશે- લગ્ન સિવાયના સંબંધ, ડ્યુટી ફુલ વાઈફ, ગુડ વાઈફ, ફેથફુલ વાઈફ, – ફક્ત વાઈફ, બ્રેડવિનર એમપ્લોઈડ બોલાશે.
ચીફ જસ્ટિસે શું કહ્યું?
ભારતનાં ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે આ હેન્ડબુકનો હેતુ " ન્યાયાધીશો અને વકીલોને મહિલાઓ વિશેના સ્ટીરિયોટાઇપ્સને ઓળખવા, સમજવા અને તેને દૂર કરવામાં મદદ કરવાનો છે. જેનો ઉપયોગ દલીલોમાં તેમજ ઓર્ડર અને ચુકાદાઓનો મુસદ્દો તૈયાર કરતી વખતે થાય છે. આ હેન્ડબુકનો ઈરાદો ટીકા કરવાનો કે ચુકાદાઓ પર શંકા કરવાનો નથી, પરંતુ સ્ટીરિયોટાઈપ્સ શબ્દોના ઉપયોગ સામે જાગરૂકતા વધારવાનો છે, ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધ." તમે આ યાદી જોશો તેમાં મોટા ભાગના શબ્દો સ્ત્રીઓની આજુબાજુ જ વપરાયેલા છે. જે બતાવે છે કે આપણી આમ બોલચાલ સાથે ન્યાયિક દલીલોમાં પણ આપણે કેવા શબ્દોનો ઊપયોગ કરીએ છીએ?
જાતિય સમાનતા લાવવા ફેરફાર
સુપ્રિમકોર્ટ દ્વારા જેન્ડર ઈક્વાલીટીમાં જાતિય સમાનતા લાવવા મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે જેની શરૂઆત માર્ચ મહિનાથી જ ચાલુ થઇ ગયી હતી. D.Y. ચંદ્રચુડનું કહેવું છે કે, ન્યાયાધીશ જે ભાષા વાપરે છે તે માત્ર કાયદાનું અર્થઘટન નહીં, પરંતુ સમાજની ધારણાનું પણ પ્રતિબિંબિ છે. આવા શબ્દોનો ઉપયોગ કેમ થતો હતો તે કોઈ સમાજશાસ્ત્રી કે ભાષાવિદ્દ સાથે આપણા માટે પણ સંશોધનનો વિષય છે. બીજા કયા શબ્દો ન વાપરવા તેની handbook સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકો છો.