સુપ્રીમ કોર્ટે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI) પર રોક લગાવવાની ટેક કંપનીની અરજી પર સુનાવણી કરતા ગુગલના વકીલને કહ્યું કે પ્રભુત્વના કેસમાં તેની પાસે કોઈ પ્રકારનો અધિકાર છે. આ અંગે વિચારણા કરે. પ્રતિસ્પર્ધા આયોગે તેના પર 1,337 કરોડ રૂપિયાનો દંડ લગાવવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધિશ ડી. વાય. ચંદ્રચૂડે ગુગલનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ એ.એમ. સિંઘવીને કહ્યું ડો. સિંઘવી તમે અમને ડેટાના સંદર્ભમાં જે પણ કાંઈ કહ્યું છે તે વાસ્તવમાં તમારા તર્કની વિરૂધ્ધ છે. પ્રભુત્વ ડેટાના સંદર્ભમાં તમે કોઈ પણ પ્રકારના પ્રાધિકારને જુઓ છો. આ 15,000 એન્ડ્રોઈડ મોડલ, 500 મિલિયન સંગત ડિવાઈસ, 1500 ઓઈએમને ઈંગિત કરે છે. જ્યારે તમારી પાસે તે પ્રકારનું બજાર હોય છે તો તમે ભાર દઈને કહો છો કે મારી પાસે મારો ગુલદસ્તો છે, તમે સીધા જ પ્રભાવિત કરી રહ્યા છો. ચીફ જસ્ટીસે કહ્યું કે ઓઈએમ જે કરે છે, તેની છેલ્લા ગ્રાહક પર અસર પડે છે.
સિંઘવીએ શું દલીલ કરી?
સિંઘવીએ કહ્યું હું આ પ્રકારના તંત્રમાં અન્ય ખેલાડીઓમાંથી એક છું, અને ગુગલ પ્લે સ્ટોર તેની ઉત્કૃષ્ટતાના કારણે પસંદ કરે છે. નહીં કે તેનું પ્રભુત્વ છે તેથી. તેમણે પ્રશ્ન કર્યો કે જો એન્ડ્રોઈડ ન હોત તો શું ટેલિફોનીમાં આ ક્રાંતિ થઈ હોત? સિંઘવીએ દલીલ કરી કે આ ફ્રી છે, અનન્ય નથી, અને તમે કરી પણ શું શકો?
NCLATમાં ઝટકા બાદ ગુગલ સુપ્રીમમાં
સુપ્રીમ કોર્ટે 11 જાન્યુઆરીએ નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના એક ચુકાદા વિરૂધ્ધ ગુગલની એક અપીલની તપાસ કરવા પર સહેમતી વ્યક્ત કરી હતી. જેમાં પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા લગાવવામાં આવેલા 1,337.76 કરોડ રૂપિયાના દંડ પર રોક લગાવવાથી ઈન્કાર કરી દીધો હતો. NCLATમાં ઝટકા બાદ ગુગલે દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.