સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો કેસમાં મોટો ચૂકાદો સંભળાવ્યો છે. ગુજરાત સરકારે આ કેસમાં દોષિત એવા 11 આરોપીઓને છોડવાનો આદેશ આપ્યો હતો પરંતુ તે આદેશને સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો છે. ગુજરાત સરકારના આદેશને રદ્દ કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે સજા એટલા માટે આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં ગુનાઓ અટકાવી શકાય. આ મામલામાં ગેંગરેપના 11 દોષિયોને ગુજરાત સરકારે સમય પહેલા છોડી દીધા હતા.
સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને કર્યો રદ્દ
બિલકિસ બાનો કેસ અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ગેંગરેપ કેસના દોષિતોને 11 વર્ષની સજા ફટકારી હતી. પરંતુ ગુજરાત સરકારે દોષિતોની સજા પૂરી થાય તે પહેલા જ તેમને છોડવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત સરકારે તેમની મુક્તિ અંગે નિર્ણય લેતા પહેલા જે કોર્ટમાં કેસની સુનાવણી કરવામાં આવી હતી. બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું છે કે મહિલા સન્માનની હકદાર છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે.
12 ઓક્ટોબરે આ કેસ અંગેનો ચૂકાદો કોર્ટે અનામત રાખ્યો હતો
આ કેસ અંગે ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. તે આરોપીઓની સજા કેવી રીતે માફ કરી શકે? જો સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ છે, તો ત્યાંની રાજ્ય સરકારને તેના પર સંપૂર્ણ અધિકાર છે. કારણ કે જે રાજ્યમાં કોઈ ગુનેગાર પર કેસ ચલાવવામાં આવે છે અને સજા થાય છે, માત્ર તેને જ ગુનેગારોની માફીની અરજી પર નિર્ણય લેવાનો અધિકાર છે. આ કેસની સુનાવણી ખંડપીઠે ગયા વર્ષે 12 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત 11 દિવસ સુધી સુનાવણી ચાલી હતી.