થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને એસબીઆઈને ડેટા શેર કરવાનો આદેશ આપ્યો હતો. એસીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને આવતી કાલ સુધીમાં ડેટા આપવા માટે આદેશ આપ્યો છે. ઈલેક્ટોરલ બોન્ડમાં લેટેસ્ટ update આવી ગયી છે , સુપ્રીમે કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અરજી ફગાવી દીધી છે . આ સાથે જ Supreme કોર્ટની બંધારણીય બેન્ચે કાલ સુધીમાં એટલે કે ૧૨ માર્ચ એ ઈલેક્ટોરલ બોન્ડની તમામે તમામ માહિતીનો ખુલાસો કરવાનો SBI ને આદેશ આપ્યો છે .
એસબીઆઈની દલિલને સુપ્રીમ કોર્ટે ફગાવી!
વિગતવાર વાત કરીએ તો State બેંક ઓફ ઇન્ડિયાએ Supreme કોર્ટમાં અરજી કરી હતી કે ઈલેક્ટોરલ બોન્ડની તમામ માહિતીનો ખુલાસો કરવા જૂનની ૩૦ તારીખ સુધીનો સમય આપવામાં આવે . આ માહિતી એવી છે કે , ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કઈ પાર્ટીને કેટલા પૈસા મળ્યા છે તેની માહિતી આપવાની હતી . પરંતુ હવે Supreme કોર્ટે SBIની આ દલીલ ફગાવી દીધી છે અને કાલ સુધીમાં બધી જ માહિતી રજુ કરવાનો આદેશ આપી દીધો છે . આ સાથે જ ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને પણ આદેશ અપાયો છે કે , SBI દ્વારા જે પણ માહિતી મળે તેને પોતાની website પર માર્ચની ૧૫ તારીખ સુધીમાં પ્રકાશિત કરવાની રહેશે.
Electoral Bonds case: Senior advocate Harish Salve appearing for the State Bank of India (SBI) tells Supreme Court that the bank needs extra time to submit details of Electoral Bonds to the Election Commission of India. pic.twitter.com/8yGtSbihia
— ANI (@ANI) March 11, 2024
સુપ્રીમ કોર્ટમાં શું કરાઈ દલીલ?
Electoral Bonds case: Senior advocate Harish Salve appearing for the State Bank of India (SBI) tells Supreme Court that the bank needs extra time to submit details of Electoral Bonds to the Election Commission of India. pic.twitter.com/8yGtSbihia
— ANI (@ANI) March 11, 2024આ કેસમાં સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચુડએ કહ્યું છે કે ,SBI એ જે અગાઉ submission આપ્યા તેમાં SBI પાસે માહિતી તૈયાર જ છે એટલે SBIની ૩૦ જૂનની તારીખની અરજી ફગાવી દેવામાં આવે છે. તો બીજી તરફ SBIના વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કીધું હતું કે , અમારે માહિતીને ક્રમવાર ગોઠવવાની છે , તે માટે આ આખી પ્રક્રિયાને Reverse કરવી પડશે , એક બેંક તરીકે અમને આ તમામ માહિતીને ગુપ્ત રાખવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે જસ્ટિસ સંજીવ ખન્નાએ એવું કીધું હતું કે , તમારે ખાલી sealed કવરને ઓપન કરી માહિતીને ક્રમવાર ગોઠવવાની રહેશે , અને તેનો ખુલાસો કરવાનો રહેશે . ઇલેકશન કમિશન ઓફ INDIA ને પણ એક sealed એન્વેલોપમાં માહિતી કોર્ટમાં જમા કરાવવાનું કેહવામાં આવ્યું છે .
ચૂંટણી બોન્ડને રદ્દ કરતા સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આ આદેશ!
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીની ૧૫ તારીખે સુપ્રીમ કોર્ટે ભારત સરકારની આ ચૂંટણી બોન્ડ schemeને ગેરબંધારણીય ગણાવી બંધ કરી દીધી હતી , અને સ્ટૅટ બેંક ઓફ ઇન્ડિયાને માર્ચની ૬ તારીખ સુધીમાં આ તમામ ચૂંટણી બોન્ડની માહિતી ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાને જમા કરાવવાનું કીધું હતું , અને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાને માર્ચની ૧૩ તારીખ સુધીમાં આ બધી જ માહિતી પોતાની website પર રજુ કરવાનું કીધું હતું .