સુપ્રીમ કોર્ટે 'ટૂ ફિંગર ટેસ્ટ' પર પ્રતિબંધ યથાવત રાખ્યો, આ ટેસ્ટ કરનારા ડોક્ટરો પણ દોષિત મનાશે


  • Published By :
  • Published Date : 2022-10-31 18:13:38

સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં ટુ ફિંગર ટેસ્ટના ઉપયોગ પર લાગેલા પ્રતિબંધને યથાવત રાખ્યો છે. જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ હેમા કોહલીની બેંચએ સોમવારે ચેતવણી આપી કે આવું કરનારાને દોષિત માનવમાં આવશે. બેંચે કહ્યું કે આ પ્રકારના ટેસ્ટ  હજુ પણ ચાલે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.સર્વોચ્ચ અદાલતે આરોગ્ય મંત્રાલયને એ સ્પષ્ટ સૂચના આપી કે કોઈ પણ સ્થિતીમાં જાતિય સતામણી કે બળાત્કાર પીડિતાનો ટુ ફિંગર ટેસ્ટ ન થવો જોઈએ.


ટુ ફિંગર ટેસ્ટને લઈ સર્વોચ્ચ અદલતનું આકરૂ વલણ


તેલંગાણા હાઈકોર્ટના એક ચુકાદા સામે ચાલી રહેલા કેસ પર ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. તેના ચુકાદામાં બેંચે કહ્યું કે કોર્ટે બળાત્કારના કેસમાં ટુ ફિંગર ટેસ્ટ નહીં કરવાનો અનેક વખત હુકમ આપ્યો છે. જો કે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ ટેસ્ટ એટલે બળાત્કાર પિડિતાઓને વારંવાર પ્રતાડિત કરવા જેવું છે. આ ટેસ્ટ તે ખોટી ધારણા પર આધારીત છે કે સેક્સુઅલી એક્ટિવ મહિલા પર બળાત્કાર કરી શકાતો નથી. કોર્ટે હોસ્પિટલોને પણ બળાત્કાર પિડીતાની તપાસ માટે સ્ટાફને બીજા પ્રકારના ટેસ્ટની ટ્રેનિંગ આપવાની સૂચના આપી હતી. તે ઉપરાંત મેડિકલ કોલેજોના સિલેબસમાંથી પણ આ ટુ ફિંગર ટેસ્ટ હટાવી દેવાનો હુકમ કર્યો હતો. 


આ ટુ ફિંગર ટેસ્ટ શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે આ ટુ ફિંગર ટેસ્ટ એક મેન્યુએલ પ્રક્રિયા છે. જે મુજબ ડોક્ટર બળાત્કાર પિડિતાના પ્રાઈવેટ પાર્ટમાં એક અથવા બે આંગળી નાખીને ટેસ્ટ કરે છે કે તે વર્જિન છે કે નહીં. જો આંગળી સરળતાથી પિડિતાના પ્રાઈવેટ પાર્ટમાં જાય તો માનવામાં આવે છે કે તે સેક્સ્યુઅલી એક્ટિવ હતી.  તે ઉપરાંત પ્રાઈવેટ પાર્ટમાં રહેલા હાયમનની પણ તપાસ કરવામાં આવે છે. જો કે  આ ટુ ફિંગર ટેસ્ટની અનેક વખત વિરોધ થઈ ચુક્યો છે. તેથી જ સુપ્રીમ કોર્ટ પણ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?