'વન રેન્ક વન પેન્શન' મામલે સુપ્રીમની કેન્દ્ર સરકારને ફટકાર, 4 હપ્તામાં ચૂકવણીની નોટિફિકેશન પાછી ખેંચવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-13 19:29:28

સશસ્ત્ર દળોના પેન્શનધારકોને વન રેન્ક વન પેન્શન એરિયર્સ મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. દેશની સૌથી મોટી કોર્ટે સોમવારે કહ્યું કે સંરક્ષણ મંત્રાલય 'વન રેન્ક વન પેન્શન' (OROP) ની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવા માટે કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. કોર્ટે રક્ષા મંત્રાલયને 20 જાન્યુઆરીના નોટિફિકેશનને તુરંત પાછું ખેંચવા કહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે OROPની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેંચ ભૂતપૂર્વ સૈનિકોના બાકી પેન્શન કેસની સુનાવણી કરી રહી છે.


સરકારે સમય માંગ્યો તો સુપ્રીમે ઉધડો લીધો


એટર્ની જનરલ આર વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે કેન્દ્ર સરકારે OROPનો એક હપ્તો પૂર્વ સૈનિકોને ચૂકવી દીધો છે.  પરતું આગામી  ચૂકવણી માટે સરકારને થોડા સમયની જરૂર છે.  કેસની સુનાવણી કરી રહેલી બેન્ચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે પહેલા OROPનીબાકીની ચૂકવણી અંગેની 20 જાન્યુઆરીની તેની નોટીસ પાછી ખેંચે, પછી અમે આ સંબંધમાં તમારી અરજી અંગે વિચાર કરીશું.  


સુપ્રીમ અગાઉ પર લગાવી ચુકી છે ફટકાર  


સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે કોઈ પ્રકારનું વર્ગીકરણ હોવું જોઈએ અને પહેલા વૃદ્ધોને લેણાં ચૂકવવામાં આવે. કેસ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પેન્શનરોના મોત થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે બેન્ચ એડવોકેટ બાલાજી શ્રીનિવાસન દ્વારા દાખલ કરવામાં આવેલી ઈન્ડિયન એક્સ-સર્વિસમેન મૂવમેન્ટ (IEESM)ની અરજી પર સુનાવણી કરી રહી છે. આ અરજીમાં 20 જાન્યુઆરીએ રક્ષા મંત્રાલયના કોમ્યુનિકેશનને નકારી કાઢવાની માંગ કરવામાં આવી છે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે સશસ્ત્ર દળોના લાયક પેન્શનરોને OROP લેણાંની ચૂકવણીમાં વિલંબ માટે 27 ફેબ્રુઆરીએ સંરક્ષણ મંત્રાલયને ફટકાર લગાવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.