મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટની લાલઆંખ, બે મહિનાથી ચાલી રહેલી હિંસક અથડામણ પર સ્ટેટસ રિપોર્ટ માગ્યો


  • Published By :
  • Published Date : 2023-07-04 18:48:11

સુપ્રીમ કોર્ટે મણિપુર સરકારને છેલ્લા બે મહિનાથી રાજ્યમાં ચાલી રહેલી જાતિ હિંસાના પગલે 'ગ્રાઉન્ડ સિચ્યુએશન' અંગે 'વિગતવાર સ્ટેટસ રિપોર્ટ' દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે તે આ કેસની આગામી સુનાવણી 10 જુલાઈએ કરશે. અદાલત બે અરજીઓની સુનાવણી કરી રહી છે, એક મણિપુર ટ્રાઈબલ ફોરમ દિલ્હી અને બીજી મણિપુર વિધાનસભાના હિલ એરિયા કમિટીના અધ્યક્ષ દ્વારા દાખલ કરવામાં આવી છે.


CJIએ વિસ્તૃત રિપોર્ટ માંગ્યો


પહેલી અરજીમાં કુકી સમુદાય માટે સુરક્ષાની માગ કરવામાં આવી છે, જ્યારે બીજી અરજીમાં મેઈતેઈ સમુદાયને અનુસુચિત જાતિની શ્રેણી હેઠળ સામેલ કરવા પર વિચાર કરવા અંગે મણિપુર હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે. મુખ્ય ન્યાયાધિશે મૌખિક રીતે કહ્યું કે સોલિસિટર જનરલથી એક અપડેટેડ સ્થિતી રિપોર્ટ જોઈએ છે. અમે તેને લાંબા સમય સુધી ટાળી શકીએ નહીં. તેથી જ અમે જાણવા માંગીએ છીએ કે રાજ્યમાં વાસ્તવિક સ્થિતી શું છે, તથા હિંસા રોકવા માટે શું પગલા ભરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે અમારે એક વિસ્તૃત રિપોર્ટ જોઈએ છે.


કેન્દ્ર સરકારે શું કાર્યવાહી કરી?


કેન્દ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા સોલિસીટર જનરલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યમાં સીઆરપીએફની 114 કંપનીઓ, સેનાની 184 ટુકડીઓ તથા મણિપુર રાઈફલ્સના કમાન્ડોના અનેક જવાનો શાંતિ જાળવી રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.  તેમણે કહ્યું કે રાજ્યમાં હાલ 355 રાહત શિબિરો ચાલી રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં કર્ફ્યુંના સમયમાં પણ પ્રતિ દિવસ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે કર્ફ્યુંનો સમય પ્રતિ દિવસ ઘટાડીને 5 કલાકનો કરી દેવામાં આવ્યો છે, અને સ્થિતીમાં સુધારો થઈ રહ્યો છે.  


રાજ્યમાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત


અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 3મેથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત થઈ ચુક્યા છે. રાજ્યમાં કુકી અને મેઈતેઈ સમુદાય વચ્ચે ભડકેલી આ જાતીય હિંસા લોહિયાળ બની છે. મણિપુરમાં મેઈતેઈ જનજાતિને અનુસુચિત જાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગના વિરોધમાં ગત 3 મેથી પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકતા માર્ચના આયોજન બાદ હિંસક અથડામણો થઈ હતી, જે હજુ પણ ચાલુ જ છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..