મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટની ટકોર, 'કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તે અમારૂ કામ નથી'


  • Published By :
  • Published Date : 2023-07-10 17:24:38

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડી વાય ચંદ્રચૂડે આજે મણિપુર હિંસા પર અનેક અરજીઓ પર સુનાવણી કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે કાયદો અને વ્યવસ્થા ચલાવી શકે નહીં. આ કામ ચૂંટાયેલી સરકારનું છે. જો કે કુકી સમુદાય તરફથી કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ કોલિન ગોંસાલ્વેસે રાજ્યમાં વધતી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પૂર્વ ભારતના રાજ્યોમાં સ્થિતીને નિયંત્રિત કરવા માટે કોર્ટની દખલની માગ કરી છે.


સુપ્રીમ કોર્ટે શું ટકોર કરી?


સિનિયર એડવોકેટ ગોંસાલ્વેસે આરોપ લગાવ્યો કે મણિપુરમાં હિંસાને ભાજપના નેતૃત્વવાળી સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તેમણે રાજ્ય સરકાર પર હિંસામાં સામેલ સશસ્ત્ર ગૃપનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે આ બાબત પર ભાર આપ્યો કે સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાના મામલે કોર્ટની મર્યાદાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશે જવાબ આપ્યો કે આપણે સુપ્રીમ કોર્ટના અધિકારો પ્રત્યે સાવચેત રહેવું જોઈએ. અમે કાયદો અને વ્યવસ્થા ચલાવી નથી શક્તા, તે ચૂંટાયેલી સરકારનું કામ છે, કાયદો અને વ્યવસ્થા તે જ જોશે. આ મુદ્દાને માનવીય દ્રષ્ટીકોણથી જોવો જોઈએ. સીજેઆઈએ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કાર્યવાહીઓને ઉપયોગ હિંસા અને અન્ય સમસ્યાઓને વધારવાના પ્લેટફોર્મ તરીકે કરવામાં આવે. આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણે કાયદો અને વ્યવસ્થા નથી ચલાવી રહ્યા. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે કાલે આ કેસની સુનાવણી કરીશું. તેમણે ગોંસાલ્વેસને આગામી સુનાવણીમાં સારા સુચનો આપવોની ટકોર કરી હતી.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..