સુપ્રીમ કોર્ટના પાંચ જજ એક સાથે કોરોના પોઝિટીવ, સજાતિય લગ્ન કેસની સુનાવણી ટળી


  • Published By :
  • Published Date : 2023-04-23 17:23:55

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તપાસ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 12,193 નવા કેસ નોંધાયા છે. હવે જ્યારે, કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 67,556 પર પહોંચી ગઈ છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટના પાંચ જજોના કોવિડથી સંક્રમિત થવાનો મામલો પણ સામે આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોઝિટિવ આવેલા જજોમાંથી એક ન્યાયાધિશ સમલૈંગિક લગ્નના કેસની સુનાવણી માટે રચાયેલી બંધારણીય બેંચમાં સામેલ છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે CJI DY ચંદ્રચુડ પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ ન્યાયાધીશોના સંપર્કમાં છે.


આ 5 જજ કોરોનાની ઝપેટમાં આવ્યા


સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા હાલમાં કોરોના સંક્રમિત છે. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ સમલૈંગિક લગ્ન કેસમાં બંધારણીય બેંચનો ભાગ છે. બીજી તરફ, જસ્ટિસ સૂર્યકાંત એક અઠવાડિયા પહેલા કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ ગયા છે.


સોમવારે સમલૈંગિક લગ્ન મામલે કોઈ સુનાવણી નહીં થાય


બંધારણીય બેંચના જજ કોરોના સંક્રમિત હોવાને કારણે સુપ્રીમ કોર્ટ સોમવારે સમલૈંગિક લગ્નના કેસની સુનાવણી નહીં કરે. બંધારણીય બેંચના સહ ન્યાયાધીશ કોરોના સંક્રમિત હોવાને કારણે બેન્ચના અન્ય ન્યાયાધીશો પણ તેમના સ્વાસ્થ્યને લઈને સતર્ક થઈ ગયા છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..